News of Sunday, 8th June 2025
જામનગરમાં ધોડી પાસાનો જુગાર ઝડપાયો : ચાર શખ્સો રૂ. ૧૧,૭૦૦ રોકડ સાથે પકડાયા
જામનગર સિટી એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમની કાર્યવાહી : પઠાણફળીના ખૂણા પાસેથી જુગાર રમતા ઈમરાન ઉર્ફે લીંબો સહિત ચાર ઝડપાયા

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર : જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ, જામનગરમાં પ્રોહીબિશન અને જુગારની પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે ચાલી રહેલા અભિયાન અંતર્ગત, જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે મોટી સફળતા મેળવી છે.
આજરોજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. ચાવડાની સૂચનાથી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. રામાનુજ અને સ્ટાફના માણસો જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશન અને જુગાર અંગે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ નિરુભા સોઢા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ બળદેવભાઈ કાનાણીને સંયુક્ત બાતમી મળી હતી કે, કુંભારવાડો પઠાણફળીના ખૂણા પાસે જાહેરમાં અમુક ઇસમો ધોડી પાસા વડે રૂપિયાના દાવ લગાડી પૈસાની હારજીત કરી જુગાર રમી રહ્યા છે.
આ બાતમીના આધારે પોલીસે રેઇડ કરતા, નીચે મુજબના ચાર આરોપીઓને ઘટનાસ્થળેથી ઝડપી પાડ્યા હતા:
૧. ઇમરાન ઉર્ફે લીંબો કાસમભાઈ માડકીયા (રહે. ધાચીવાડ, તકિયાપીર પાસે, કાલાવાડા નાકા બહાર, જામનગર)
૨. મેહબુબ ઉર્ફે પચાસીયો મેસનઅબા રૂમી (રહે. કૃષ્ણા પાર્ક, ધાચીના કબ્રસ્તાન પાસે, હર્ષદ મિલની ચાલી રોડ, જામનગર)
૩. ઇબ્રાહીમ હારુન બસર (રહે. મચ્છી પીઠ, વાઘેર વાડો, હુસેની ચોક, જામનગર)
૪. ઇબ્રાહીમ સિદીકભાઈ સોઢા (રહે. નદીપા, બચુનગર, વાઘેર વાડો, કાસમભાઈની દુકાન પાસે, જામનગર)
પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૧૧,૭૦૦/- અને ધોડી પાસા નંગ - ૨ (જેની કિંમત શૂન્ય દર્શાવાઈ છે) મળી, કુલ રૂ. ૧૧,૭૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે પોલીસ કોન્સ્ટેબલ રૂષીરાજસિંહ લાલુભા જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ બળદેવભાઈ કાનાણીએ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. રામાનુજ, એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ નિરુભા સોઢા, વિજયભાઈ બળદેવભાઈ કાનાણી, પોલીસ કોન્સ્ટેબલ રૂષીરાજસિંહ લાલુભા જાડેજા અને કિશોરભાઈ ભુટાભાઈ ગાગીયા સહિતના સ્ટાફે ભાગ લીધો હતો.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
