News of Monday, 9th June 2025
ભાવનગરના મોટા ખોખરાના વિર જવાન જયદિપભાઇ ડાભીને પૂ.મોરારીબાપુ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ
શહિદ જવાનના પરિવારજનોને રૂા.૨૫ હજારની સહાય અર્પણ

(મુકેશ પંડિત- મેઘના વિપુલ હિરાણી દ્વારા) ઇશ્વરીયા- ભાવનગર તા.૯: ભાવનગર જિલ્લાનાં મોટા ખોખરાનાં વતની રાષ્ટ્રની સેવામાં પ્રાણ ગુમાવનાર અગ્નિવીર જવાનને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી. સ્વર્ગસ્થ જવાન જયદીપભાઈ ડાભીનાં પરિવારને રૂપિયા ૨૫ હજાર સંવેદના સહાયતા અર્પણ થશે.
કાશ્મીરનાં શ્રીનગરમાં ફરજમાં રહેલ ભાવનગર જિલ્લાનાં ઘોઘા પાસેનાં મોટા ખોખરાનાં વતની શ્રી જયદીપભાઈ ડાભી અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં સેવા બજાવતી વેળાએ પ્રાણ ગુમાવ્યાં છે. રાષ્ટ્રની સેવામાં પ્રાણ ગુમાવનાર આ અગ્નિવીર જવાનને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવી છે અને પરિવારજનોને દુઃખની સ્થિતિમાં સાંત્વના માટે પ્રાર્થના કરી છે.
શ્રી ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા સ્વર્ગસ્થ જવાન શ્રી જયદીપભાઈ ડાભીનાં પરિવારને રૂપિયા ૨૫ હજાર સંવેદના સહાયતા અર્પણ થશે, તેમ જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
