News of Monday, 9th June 2025
પૂર્વ સાંસદ-પૂર્વ શિક્ષણ મંત્રી અને ઉપલેટાના ડુમીયાણી વ્રજભુમી શૈક્ષણીક સંકુલના આદ્યસ્થાપક બળવંતભાઇ મણવરનુ઼ અવસાન
પોરબંદરના સાંસદ તરીકે રહી ચુકયા હતાઃ ખુબ જ મોટા ગજાના શિક્ષણશાષાી હતા ગુરૂવારે સવારે બેસણું

(કૃષ્ણકાંતભાઇ ચોટાઇ-કિશોર રાઠોડ દ્વારા) ઉપલેટા-ધોરાજી, તા., ૯ : ગુજરાત રાજયના પુર્વ શિક્ષણમંત્રી તથા પોરબંદરના પુર્વ સાંસદ અને ઉપલેટાના ડુમીયાણીમાં આવેલ વ્રજભુમી શૈક્ષણીક સંકુલના આદ્યસ્થાપક બળવંતભાઇ મણવરનું કાલે અવસાન થતા ઘેરો શોક છવાઇ ગયો છે.
સદગતની સ્મશાન યાત્રા બપોરે ૩.૩૦ વાગે વ્રજભૂમિ શૈક્ષણિક શકુંલ ખાતેથી નીકળેલી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
બળવંત મણવર કોંગ્રેસના પ્રખર નેતા હતા. કોંગ્રેસની ૧૯૮૦ થી ૧૯૮૫ માધવસિંહ સોંલકીની સરકારમાં શિક્ષણમંત્રીના હોદા ઉપર હતા.
૧૯૮૯ થી ૧૯૯૧ વીપીસિંગની સરકારમાં સાંસદ તરીકે જવાબદારી નિભાવેલ સાથે તેજ અરસામાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડના ચેરમેન પણ હતા. બળવંત મણવર ઉપલેટા ડુમયાણી ખાતે ૧૨ શૈક્ષણિક કોલેજના સ્થાપક પણ હતા. બળવંત મણવર ગરીબોના બેલી કહેવાતા હતા. બળવંત મણવરનું નિધન થતા શોકની લાગણી ડુમયાણી ખાતે છવાઈ ગઈ હતી.
બળવંતભાઈ મણવરનું આજરોજ તારીખ ૮ જુનના રોજ દુખદ અવસાન થતા સદગતની સ્મશાન યાત્રા આજે બપોરે ત્રણ કલાકે ડુમિયાણી આશ્રમશાળા કેમ્પસ ખાતેથી નીકળી હતી સદગતની સ્મશાન યાત્રામાં આજે ઉપલેટા શહેરના સામાજિક અને વિવિધ જ્ઞાતિના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા બળવંતભાઈ મણવર ઉપલેટા કોલેજમાં ઙ્કોફેસર તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરેલ અને ત્યારબાદ સામ્યવાદી પક્ષના કાર્યકર તરીકે રાજકારણમાં જોડાયા હતા. ત્યારબાદ ઉપલેટા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ શિક્ષણ મંત્રી તરીકે ગુજરાત રાજ્યમાં પોતાની ફરજ બજાવેલ હતી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે પાણી પુરવઠા બોર્ડના ચેરમેન તરીકે પોરબંદર વિસ્તારના સાંસદ સભ્ય તરીકે એમ રાજકીય ક્ષેત્રે વિવિધ હોદાઓ ઉપર સેવા બજાવેલ મૂળ શિક્ષણના માણસ ગરીબો પ્રત્યેની હમદર્દી ગરીબોના શિક્ષણની ચિંતા સતત રહેલ, વ્યવસાયે પ્રોફેસર અને શિક્ષણ મંત્રી રહ્યા બાદ શિક્ષણ પ્રત્યેના તેમના લગાવને કારણે તેઓ ડુમિયાણી ખાતે આશ્રમશાળાની શરૂઆત કરેલ હતી આજે આશ્રમશાળા કે જે હાલ વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ તરીકે ઓળખાય છે તેમાં બીઆરએસ કોલેજ બી.એડ કોલેજ ર્નસિંગ કોલેજ ૧ થી ૧૨ ધોરણની છાત્રાલયો સાથેનું શિક્ષણ આશ્રમશાળા પીટીસી કોલેજ જેવી અનેક સંસ્થાઓ ની મંજૂરી લાવી અને ગરીબના બાળકોને સારી રીતે અભ્યાસ મળી રહે તે માટેની ચિંતા કરતા મોટાભાગના ગરીબ માણસોએ પોતાની કેરિયર અહીં બનાવેલ છે તેઓ પોતાના પરિવારમાં પોતાની પત્ની સવિતાબેન મણવર અને ત્રણ પુત્રીઓનો પરિવાર છોડીને ચાલ્યા ગયા છે તેમના પરિવારને જ નહીં પણ ઉપલેટા તાલુકાના એક સાચા રાજકીય વ્યક્તિ અને તમામ સમાજને સાથે રાખી અને ચાલનાર એક રાજકીય વ્યક્તિની પણ ખોટ પડી છે જે ખોટ ઉપલેટા નો એક પણ આગેવાન પૂરી શકે તેમ નથી આજે મણવર સાહેબને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા, તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ હુંબલ નગરપાલિકા પ્રમુખ, ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના વિવિધ ક્ષેત્રના આગેવાનો, બધા જ સમાજના પ્રમુખોએ શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા સદગતનું બેસણું તારીખ ૧૨ ૫ ૨૦૨૫ ને ગુરુવારે સવારે ૯.૦૦ થી ૧૨ કલાક કે ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામે વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ આશ્રમશાળા કેમ્પસમાં રાખેલ છે.
સ્વ.બળવંતભાઇ મણવરને ‘અકિલા' સાથે દાયકાઓ જુનો નાતો રહયો છે. ‘અકિલા'ના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા, ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, ‘અકિલા' વેબ એડીશનના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમીષભાઇ ગણાત્રા સહિત ‘અકિલા' પરિવારે બે મીનીટ મૌન પાળીને સ્વ. બળવંતભાઇ મણવરને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
