<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

દરેક કાર્યકર્તાઓ બૂથ સુધી જઈ ભાજપને વધુમાં વધુ કેમ મત મળે એ માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ.

વિસાવદરમાં કીરિટભાઈ પટેલના સમર્થનમાં કાર્યકર્તા સંમેલનમાં ધારાસભ્ય જયેશ રાદડિયાનું આહવાન

કડી અને વિસાવદરની ખાલી વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચે પેટાચૂંટણીની જાહેરાત કરી દીધી છે. આ પછી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કીરિટ પટેલ પણ પ્રચાર કરી રહ્યા છે. આ સાથે ભાજપના નેતાઓ અને આગેવાનો પણ તેમની સાથે પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન સંમેલનમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ કાર્યકર્તાઓને અપીલ કરી છે.

કીરિટભાઈ પટેલના સમર્થનમાં આજે કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વિસાવદર અને ભેસાણના કાર્યકર્તાને મારી નમ્ર વિનંતી છે કે, 19મી તારીખે જ્યારે મતદાન થવાનું છે. આપડા ઉમેદવારનો દરેક ગામમાં પ્રવાસ ચાલી રહ્યો છે. આ દરમિયાન કીરિટભાઈ પટેલને સમર્થન મળી રહ્યું છે. જે પ્રમાણે લોકોએ ઉત્સાહ બતાવ્યો છે. મારી સૌ કાર્યકર્તાઓને નમ્ર વિનંતી છે કે, હવે ગણતરીના દિવસો બાકી છે. દરેક કાર્યકર્તાઓ બૂથ સુધી જઈને ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ કેમ મત મળે અને મતદાન થાય એ માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ.

(1:47 PM IST)