<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

ભુજમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયાં :ત્રણ સ્ત્રી અને ત્રણ પુરુષ દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ

કચ્છમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો વધીને 20 પર પહોચ્યો: તમામ દર્દીઓ હાલ હોમ આઈસોલેશનનમાં સારવાર

અમદાવાદ : રાજયમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહયો છે, કચ્છના ભુજમાં આજે કોરોનાના નવા 6 કેસ નોંધાયાં છે. કોરોનાના નવા દર્દીઓમાં ત્રણ સ્ત્રી અને ત્રણ પુરુષ દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કચ્છમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો વધીને 20 પર પહોચ્યો છે. તમામ દર્દીઓ હાલ હોમ આઈસોલેશનનમાં સારવાર અપાઈ રહી છે.

(8:46 PM IST)