News of Monday, 9th June 2025
મોરબીમાં કાલે મંગળવારથી ત્રણ દિવસ પાણી વિતરણ અનિયમિત રહેશે.
મચ્છું ડેમમાં પંપના વાલનું કામ હાથ ધરવાનું હોવાથી ત્રણ દિવસ પાણી અનિયમિત રહેશે

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના અનેક વિસ્તારમાં અત્યારે પાણીની પળોજણ ચાલી રહી છે. તેવામાં મચ્છું ડેમમાં પંપના વાલનું કામ હાથ ધરવાનું હોવાથી કાલે મંગળવારથી ત્રણ દિવસ પાણી અનિયમિત રહેવાનું છે.
મચ્છુ-ર ડેમ ખાતે પંપના વાલનું રીપેરીંગ કામ તા.૧૦/૦૬/૨૦૨૫ના રોજ સવારના ૦૮:00 કલાક થી રાત્રીના 0૮:00 કલાક સુધી ચાલવાનું હોય જેથી તા.૧૦/૦૬/૨૦૨પ થી તા.૧૨/૦૬/૨૦૨૫ના રોજ દિવસ-૩ (ત્રણ) માટે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં પાણી વિતરણ અનિયમિત રીતે થશે. જેની જાહેર જનતાને નોંધ લેવા મોરબી મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખાની યાદીમાં જણાવાયું છે.
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
