તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Tuesday, 10th June 2025
સુરેન્દ્રનગર જીલ્લામાં રેશનકાર્ડ હોવા છતાં પઢાર જ્ઞાતિના લોકો અનાજથી વંચિત !

વઢવાણ, તા.૧૦: સુરેન્દ્રનગર જિલ્લામાં પઢાર જ્ઞાાતિના લોકો કામ ધંધા અર્થે આવ્યા છે પરંતુ સરકારના નિયમના કારણે રેશનકાર્ડ હોવા છતાં મળવાપાત્ર અનાજથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. પરંતુ સરકાર દ્વારા પ્રોલોબીટીની મંજૂરી રેશનિંગની દુકાનદારોને આપવામાં ન આવતા આ તમામ પરિવારો પાસે રેશનકાર્ડ હોવા છતાં સરકારના નિયમ મુજબ તેઓને મળવાપાત્ર અનાજનો જથ્થો વિતરણ કરી શકતા નથી. જેના કારણે રૂપિયા ખર્ચી અનાજ મેળવવું પડે છે. એક તરફ સરકાર દ્વારા વન નેશન વન કાર્ડ મતલબ સમગ્ર દેશમાં એક જ રેશનકાર્ડને માન્ય રાખી રેશનકાર્ડધારક દેશના કોઈપણ ખુણેથી મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકે છે પરંતુ અણઆવડતના કારણે પ્રોલોબીટીના નિયમની આંટીઘુટીના કારણે અનેક પઢાર પરિવારોને અનાજ મળી રહ્યું નથી. ત્યારે સરકારની જાહેરાતો માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરી રેશનિંગ દુકાનદારોને પ્રોલોબીટીની મંજૂરી આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
