<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

ગોંડલના વેજા ગામે ચેક ડેમમાં ડૂબી જતા પ્રૌઢ ધીરજલાલ ભાલાળાનું મોત

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૦ :..  ગોંડલ તાલુકાનાં વેજાગામ માં સીમમાં આવેલ સાપરવડી નદી પરનાં ચેકડેમ માં પગ લપસી જતા પાણીમાં ખાબકેલા પ્રૌઢનું ડુબી જવાથી મોત નિપજ્‍યુ હતુ.

પ્રાપ્ત વિગત મુજબ વેજાગામ નાં સરપંચ જીતુભાઇ ભાલાળાનાં કાકા ધીરજલાલ ધરમશીભાઇ ભાલાળા ઉ.૫૫ સાપરવડી નદી પર આવેલા ચેકડેમ માંથી પાણીની મોટર કાઢી રહ્યા હતા ત્‍યારે અચાનક પગ લપસતા ચેકડેમ નાં પાણીમાં પડી જતા ડુબી જવાથી તેમનુ મોત નિપજ્‍યુ હતુ.

બનાવ સમયે બે થી ત્રણ મજુરો હાજર હોય બચાવવા પ્રયત્‍ન કર્યા હતા.પણ બચાવ શકય બન્‍યો હતો નહી.બાદ માં મળતક નાં ભત્રીજા જીતુભાઇ ને જાણ કરાતા તે ધટના સ્‍થળે દોડી આવ્‍યા હતા.

તરવૈયાઓ ની મદદથી મળતદેહ બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્‍પિટલ ખસેડ્‍યો હતો.

મળતક ધીરજલાલ ચેકડેમ નજીક ભત્રીજા જીતુભાઇ ની ખેતીની જમીન વાવતા હતા. સંતાન માં બે પુત્ર હોવાનું જાણવા મળેલ હતુ.બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:49 AM IST)