તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૧૦ મંગળવાર
News of Tuesday, 10th June 2025
અમરેલી જિલ્લામાં સસ્તા અનાજનો કોળિયો ગરીબોના મોઢામાંથી ઝૂટવતા ત્રણ સ્થળે પુરવઠા તંત્ર ત્રાટકયું
ઘઉં, ચોખાનો હજારો કિલ્લો જથ્થો સહિત રીક્ષા, ટ્રક સીઝ કરાયાઃ ફફડાટ

(અરવિંદ નિર્મળ દ્વારા ) અમરેલી તા.૧૦: અમરેલી જિલ્લાના ખાંભા મુકામે રાજધાની હોટલ પાસે બંધ પડેલ બ્લોકના કારખાનામાં પુરવઠા વિભાગ એ રેડ પડી ઘઉં ૫૪૩, ચોખા ૫૯૮૬ બે ટ્રક અને બે રીક્ષા સીઝ કર્યા હતા આ મુદ્દા માલ યુનુસ ઉર્ફે ફેજલ હનીફ શાહ શાહમદાર રે. હનુમાન પરા મારુતિનગર મોટા વિસાવદર, કાળુ ઓસમાણ મોદી, શાહિદ સિરાજ બારજિયા નામના શખ્સો સરકારશ્રીના જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ કરવામાં આવતા ઘઉં ચોખાનો જથ્થો ગેરકાયદેસર રીતે કોઈ પરવાનો કે અધિકાર પત્ર ધરાવતા ન હોય સ્ટોક અંગે કોઈ આધાર પુરાવા ન હોય તથા બીજા દરોડામાં ખાંભાના માલિક નેસમાં નવરંગ ચોક વિસ્તારમાં વિસાવદરના ઈકબાલ ગફાર ચોટલીયાની મારુતિ કારમાં ઘઉં ૧૩૯૨૦, ચોખા ૫૬૯ કી.ગ્રામ વજન કાંટો સહિત મુદ્દા માલ અને ત્રીજા દરોડામાં ખાંભાના ડેડાણમાં મફત પરા વિસ્તારમાં અફઝલ આદમાં સેલોત ના ઘરે રેડ પાડી ૫૪૩ કિ.ગ્રામ ઘઉં ચોખા ૫,૯૮૬ કિ.ગ્રામ બે રીક્ષા વજન કાંટો સહિત મુદ્દા માલ સીઝ કરી નબળા અને ગરીબ વર્ગના લોકોને રેશનકાર્ડ ઉપર વિતરણ કરવામાં આવતો જથ્થો કબજે કરી પોલીસમાં ગુનો નોંધ આવતા પોલીસે ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી
મહિલા ઉપર દીપડાનો હુમલો
અમરેલીના વાકયમાં ફળિયામાં સુતેલ મુકેશ કનુભાઈ કુકવાવાની પત્ની ઉપર દીપડાએ હુમલો કરી જમણા હાથના કાંડા ઉપર તથા ખભા ઉપર ગોઠણ ઉપર પેટના ભાગે ઈજા કરી નાસી ગયાની જાણ તેના પતિને કરતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયાનું તાલુકા પોલીસ મથકમાં જાહેર થવા પામ્યું હતું.(
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
