News of Tuesday, 10th June 2025
ભાવનગરમાં બોરતળાવ વિસ્તારમાં ધોબી સોસાયટીથી બેન્ક કોલોની સુધી ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું
ડી.પી રોડ ઉપર આવતા દબાણો હટાવવાની કામગીરી : અંદાજે 80થી વધુ ગેરકાયદે દબાણો હટાવાશે : ઘર તેમજ 4 મંદિર અને 1 મસ્જિદનું પણ દબાણ હટાવાયું

ભાવનગરમાં બોરતળાવ વિસ્તારમાં આડેધડ રીતે ગેરકાયદે બાંધકામની સતત ફરીયાદ સામે આવી રહી હતી ત્યારે તંત્ર દ્વારા આજે ધોબી સોસાયટીથી બેન્ક કોલોની વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરાયુ હતુ. તંત્રએ એક સાથે બોરતળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ દૂર કર્યા છે.
બોરતળાવ ધોબી સોસાયટીથી બાલવાટીકા તરફ જતા રસ્તા ઉપર થયેલા દબાણો હટાવવામાં આવ્યા. ધોબી સોસાયટીથી બોરતળાવ તરફના ડી.પી રોડ ઉપર આવતા દબાણો હટાવવાનું કામ મનપાએ શરૂ કર્યું. અંદાજે 80થી વધુ ગેરકાયદે દબાણો મનપા દ્વારા હટાવવામાં આવશે. આ દબાણોમાં ઘર તેમજ 4 મંદિર અને 1 મસ્જિદનું પણ દબાણ હટાવવામાં આવ્યુ. 70થી વધુ પોલીસ જવાનોની સાથે મનપાએ 18 મીટરના રોડ ઉપર દબાણ હટાવવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી. હાઇકોર્ટમાં દાખલ થયેલ પિટિશન બાદ તેનો ચુકાદો મનપા તરફ આવતા મનપાએ કાર્યવાહી શરૂ કરી છે
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
