News of Thursday, 12th June 2025
દારૂની હેરાફેરી માટે રૂા. ૫૦ હજારના ભાડાથી વાડી બુટલેગરને પધરાવીઃ ૧૩ લાખનો દારૂ પકડાયોઃ ઝાલાવાડમાં દારૂના દરોડા

વઢવાણ, તા. ૧રઃ રાણીપાટ ગામની સીમ વાડીમાં દારૂના કટીંગની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. જેમાં વાડી માલિક સહિત ૨ શખ્સો દારૂની ૨૪૫૭ બોટલ, ટ્રક, પીકઅપ, મોબાઈલ સહિત રૂ.૪૮.૯૩ લાખની મત્તા સાથે પકડાયા છે. બીજી તરફ ધ્રાંગધ્રાના નરાળી ગામે પોલીસે દારૂની બે રેડ કરી હતી. મૂળી પીઆઈ પી.બી. લક્કડ, જયદીપભાઈ કલોતરા સહિતનાઓને પેટ્રોલિંગમાં રાણીપાટ ગામની સીમ વાડીમાં દારૂના કટીંગની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં વાડી માલિક છત્રપાલસીંહ મહાવીરસીંહ રાણા અને દારૂ લઈને આવેલ ટ્રકનો ડ્રાઈવર ગોરધનરામ ગોકલારામ જાટ ઝડપાયા હતા. જયારે દારૂ મંગાવનાર વેલાળાનો વિશુ ભરતભાઈ ખાચર, મંગળુ અને અન્ય બે શખ્સો પોલીસને જોઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે પુછપરછ કરતા વાડી માલીક છત્રપાલસીંહે દારૂના કટીંગ માટે વિશુ ખાચરને ૫૦ હજારના ભાડે વાડી ભાડે આપી હતી. પોલીસે દારૂની ૨૪૫૭ બોટલ કિંમત રૂ.૧૩,૧૩,૧૬૦, ટ્રક, પીકઅપ વાહન, ૪ મોબાઈલ સહિત કુલ રૂ. ૪૮,૯૩,૧૬૦ની મત્તા કબજે કરી હતી. તપાસ પીએસઆઈ એલ.એન. ગીલવા ચલાવી રહ્યા છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસના વી.આર. રબારી, નરેશભાઈ ભોજીયા સહિતનાઓને પેટ્રોલિંગમાં નરાળીનો દિનેશ ખુશાલભાઈ ઉપરસરીયા તેની વાડીએ દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ૨૬ બીયરના ટીન, દારૂના ૧૩૮ ચપલા અને ૭ બોટલ સહિત કુલ રૂ. ૩૦,૭૦૦ના મુદ્દામાલ સાથે દિનેશ ઉપરસરીયાને ઝડપી લીધો હતો.
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના વીરપાલસીંહ સહિતનાઓને પેટ્રોલિંગમાં નરાળી ગામે રણમાં જવાના રસ્તે હીતેશ જલાભાઈ મુલાડીયા દારૂ સંતાડીને રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસે દારૂની ૨૪ બોટલ જપ્ત કરી ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.
દુધરેજ ઓવરબ્રીજ ઉપરથી ખોડીયારપરામાં રહેતો પ્રીતેશ સોમાભાઈ દેહુણીયા બીયરના ટીન સાથે પકડાયો હતો. અને સુરેન્દ્રનગરની અલ્ટ્રાવીઝન સ્કૂલ પાસેથી પ્લાસ્ટીકની બોટલમાં દારૂ સાથે મુળ લીંબડીના સૌકા ગામનો હાલ વઢવાણના મુળચંદ રોડ પર આવેલ શાંતીનગરમાં રહેતો મુકેશ નરશીભાઈ ભડાણીયા ઝડપાયો હતો. આ દારૂ તે મયુરનગરના નીશાંત મયુરભાઈ ભાનુશાળી પાસેથી લાવ્યો હોવાનું ખુલતા પોલીસે બન્ને સામે ગુનો નોંધ્યો છે
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
