<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

મૂળીના સડલા ગામની સીમમાં સફેદ માટીની ખનીજ ચોરી પકડાઈ

 

વઢવાણ તા.૨૨: સુરેન્‍દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજચોરી અટકાવવા કલેકટર રાજેન્‍દ્ર પટેલ દ્વારા કડક આદેશ અપાયા છે.ત્‍યારે ચોટીલા ડેપ્‍યુટી કલેકટર એચ.ટી.મકવાણા ચોટીલા ડીવીઝનમાં ગેરકાયદેસર ખનીજચોરી કે ગેરકાયદેસર પ્રવળતી ઉપર સતત તવાઇ બોલાવી રહયા છે.એવામાં મુળીના સડલા ગામની સીમમાં સરકારી જમીનમાં મોટાપાયે ખનીજચોરી ચાલતી જગ્‍યાએ રેડ કરતા સફેદ માટીની ખનીજચોરી ઝડપી લઇ એક લોડર,એક ડમ્‍પર અને એક બાઇક મળી કુલ ૫૧ લાખ રૂપીયાનો મુદમાલ જપ્ત કર્યો હતો.આ બાબતની ડેપ્‍યુટી કલેકટર દ્વારા ઙ્કાથમીક પુછપરછ તપાસ દરમ્‍યાન આ ગેરકાયદેસર માટીના જથ્‍થાનો સંગહ હીરાભાઇ સામળભાઇ રોજીયા રહે.કળમાદ વાળા કરતા હોવાથી એમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે.આ ઉપરાંત ધ્રાંગધ્રા ડેપ્‍યુટી કલેકટર હર્ષદીપ આચાર્ય દ્વારા હાઇવે ઉપર ચેકીંગ દરમ્‍યાન પથ્‍થર, રેતી અને બ્‍લેક ટ્રેપ સહિતની ગેરકાયદેસર ખનીજચોરી કરતી ચાર ટ્રકો ઝડપી લાખો રૂપીયાનો મુદમાલ જપ્ત કરી સીઝ કરી દેતા ખનીજ માફીયામાં ફફળાટ વ્‍યાપી ગયેલ છે

(11:48 AM IST)