News of Thursday, 12th June 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં આછા વાદળા છવાયાઃ ઉકળાટ યથાવત
હવે ધીમે-ધીમે ચોમાસાના આગમનના એંધાણ દેખાયાઃ પવન મંદ પડી ગયો : હજુ ર દિવસ ચોમાસુ આગળ વધવાની શકયતા નથીઃ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસીયાનું તારણ

આટકોટ :.. આટકોટ, વીરનગર, જંગવડ, પાંચવડા, જીવાપર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવે વાવણીલાયક વરસાદ પડે તેવી પ્રાર્થના થઇ રહી છે. ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે હવે ઠંડુ વાતાવરણ થાય તેવી આશા બંધાણી છે. (તસ્વીર : કરશન બામટા આટકોટ)
રાજકોટ તા. ૧ર :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આછા વાદળા છવાયા છે. અને વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. જો કે ઉકળાટ યથાવત છે.
હવે ધીમે-ધીમે ચોમાસાના આગમનના એંધાણ વર્તાઇ રહ્યા છે. અને પવન મંદ પડી ગયો છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. ૧૫ જૂનથી ચોમાસાનો વિધિવત થઈ રહ્યો છે. ચોમાસુ સત્તાવાર શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે. હાલ છેલ્લા ૧૫ દિવસથી ચોમાસુ મહારાષ્ટ્ર આસપાસ સ્થિર થયું છે અને હજુ આગામી ૨ દિવસ સુધી ચોમાસુ આગળ વધવાની શકયતા ન હોવાનું જૂનાગઢ કળષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસીયાએ જણાવ્યું હતું.
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, આગામી ૭ દિવસ બાદ ગોવા, મહારાષ્ટ્ર વચ્ચે હવાનું હળવું દબાણ સર્જાશે જેને લઇને હજુ ૮ દિવસ બાદ ગુજરાતમાં વરસાદ શરૂ થવાની શકયતા છે. ૨૨ જુન બાદ ગુજરાતના દક્ષિણ ભાગમાં વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં ૨૨ જૂન બાદ સારા વરસાદની શકયતા છે જેથી હજુ પણ સૌરાષ્ટ્રવાસીઓએ આગામી ૨૨ જૂન સુધી મેઘરાજાના આગમનની રાહ જોવી પડશે અને ત્યાં સુધી બફારાનો પણ લોકોએ સામનો કરવો પડશે તેમ હવામાન અધિકારીએ જણાવ્યું હતું.
બીજી તરફ છેલ્લા ૩ દિવસથી જૂનાગઢ સહિત સોરઠમાં ગરમી વધી છે. બુધવારની સવારે તાપમાન ૨૭ ડિગ્રી નોંધાયા બાદ ગઈકાલે ૨૪ કલાકમાં બપોરનું મહતમ તાપમાનનો પારો ૧.૭ ડિગ્રી વધીને ૩૯.૭એ ડિગ્રીએ સ્થિર થતા અગ્નિવર્ષા વધી હતી. દરમિયાન આજે સવારે લઘુતમ તાપમાન ૨૭.૭ ડિગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૮.૭ કિલોમીટરની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૯, મહત્તમ તાપમાન ૩૬, ભેજનું પ્રમાણ ૭ર ટકા, પવનની ગતિ ૧પ.૮, કિ. મી. રહી છે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
