<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

પોરબંદર જતો ૨૮ લાખનો દારૂ ભરેલો ટ્રક એસએમસીએ બગોદરા પાસે પકડી લીધો

ચાલક ઝડપાયોઃ ભાણવડના નગા કોડીયાતર, પોરબંદરના દાસા કોડીયાતરની શોધખોળઃ દમણથી દારૂનો જથ્‍થો રવાના કરાયો હતો

રાજકોટ તા. ૧૨: સ્‍ટેટ મોનિટરિંગ સેલની ટીમે વટામણ-બગોદરા હાઈવે પર બાતમીને આધારે વોચ રાખી ૨૮.૯૬ લાખનો ૭૬૧૫ બોટલ દારૂ ભરેલા ટ્રક સાથે પોરબંદર પંથકના ટ્રકચાલકને પકડી લેતાં ભાણવડ, પોરબંદરના બે બૂટલેગરના નામ ખુલ્‍યા છે.

જાણવા મળ્‍યા મુજબ  સ્‍ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્‍ત રાયના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્‍યારે પીઆઈ એ.વી.પટેલ અને ટીમને દમણ તરફથી દારૂ ભરેલ ટ્રક સૌરાષ્‍ટ્ર તરફ જઈ રહ્યો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્‍ટાફ બગોદરા-વટામણ હાઇવે પર વેજલકા ગામ નજીક આશાપુરા હોટલ પાસે વોચમાં હતો ત્‍યારે ત્‍યાંથી પસાર થયેલ ટ્રકને અટકાવી ચાલકનું નામ પૂછતાં ડાયા લક્ષ્મણ મુસળ (રહે. પોરબંદર) હોવાનું જણાવ્‍યું હતું. ટ્રક ચાલકને સાથે રાખી ટ્રકમાં તપાસ કરતાં તેમાંથી દારૂનો મોટો જથ્‍થો મળી આવ્‍યો હતો. એસએમસીની ટીમે ૭૬૧૫ બોટલ દારૂ રૂ.૨૮.૯૬ લાખ અને ટ્રક સહિત રૂ.૪૨.૪૧ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો હતો. જ્‍યારે પકડાયેલ શખ્‍સની પૂછતાછમાં દારૂનો જથ્‍થો દમણથી ભરી ભાણવડના નગા રાજા કોડીયાતર અને પોરબંદરના દાસા સુખા કોડિયાતરે મંગાવ્‍યો હોવાનું કહેતાં આ બંનેની શોધખોળ થઇ રહી છે. 

(1:10 PM IST)