<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

હૈદ્રાબાદની કંપની વિરૂધ્‍ધની ફરીયાદમાં ૧૮ લાખ ૩૧ હજારની રીકવરી કરાઇ

ગાંધીધામના ટિમ્‍બરના વેપારી દ્વારા એમ.એસ.એમ.ઇ ફેસીલીટેશન સમક્ષ

રાજકોટ, તા., ૧૨ : ગાંધીધામના ટિંબરના વેપારી દ્વારા એમ એસ એમ ઇ ફેસિલિટેશન કાઉન્‍સીલ સમક્ષ હૈદરાબાદની પ્રા. લી. કંપની વિરુદ્ધની ફરિયાદમાં રૂપિયા ૧૮,૩૧,૦૦૦/ ની રિકવરી થઈ હતી.

ફરિયાદ અરજીની વિગત જોતા ગાંધીધામ ખાતે કાર્યરત કચ્‍છની ખૂબ જ જાણીતી પેઢી અબ્‍બાસ ટિંબરને હૈદરાબાદની પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી ટિંબરને લગતા જુદા જુદા માલની જરૂરિયાત હોવા અંગે જણાવવામા આવતા અબ્‍બાસ ટિંબર તરફથી ચોક્કસ ધંધાકીય શરતોને આધીન તેઓની જરૂરિયાત મુજબનો માલ પૂરો પાડવામાં આવેલ હતો. માલ ખરીદનાર પાર્ટી અને અભ્‍યાસ ટિંબર વચ્‍ચે છેડલા ૧૮ વર્ષ થી પંધાકીય વ્‍યવહાર હતા પરંતુ કોઈ અગમ્‍ય કારણસર છેલ્લા બિલની રકમ રૂપિયા ૧૮,૩૧,૦૦૦/- ચૂકવવામા હૈદરાબાદની પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ગલ્લાતલ્લા કરતા અબ્‍બાસ ટિંબર દ્વારા પોતાના એડવોકેટ એન્‍ડ લીગલ એડવાઈઝર ગજેન્‍દ્ર જાની મારફત લીગલ નોટિસ પાઠવવામા આવેલ હતી જે તેઓને બજી જવા છતા બાકી રકમની ચૂકવણી કરેવ ન હતી અને પોતાના એડવોકેટ મારફત અબ્‍બાસ ટિંબરની લીગલ નોટિસનો જવાબ આપી એવો આક્ષેપ કરેલ હતો કે માલમાં ખામી હતી તેથી તેઓ પેમેંટ કરશે નહીં. વધુમાં તેઓએ તો ત્‍યાં સુધી જણાવ્‍યુ હતું કે તેઓ અબ્‍બાસ ટિંબર સામે નુકસાની વસુલાતનો દાવો કરશે. અબ્‍બાસ ટિંબરના એડવોકેટ દ્વારા હૈદરાબાદની પ્રાઇવેટ લિમિટેડ કંપનીને અને તેઓના એડવોકેટને પ્રતિ નોટિસ કરવામાં આવી હતી તેમછતાં તેઓ તરફથી બાકી રકમની ચુકવણી કરવામાં ન આવતા નાછૂટકે અબ્‍બાસ ટિંબરની સૂચના મુજબ તેઓના એડવોકેટ દ્વારા એમ એસ એમ ઇ ડી કાયદા હેઠળ મળતા અધિકાર મુજબ માઇકો એન્‍ડ સ્‍મોલ એન્‍ટરપ્રાઇઝ ફેસિલિટેશન કાઉન્‍સીલના પોર્ટલ ઉપરથી હૈદરાબાદની પ્રાઇવેટ લિમિટેડ કંપની વિરુદ્ધ ફરિયાદ અરજી દાખલ કરવામાં આવેલ. એમ એસ એમ છે ડી કાયદાની જોગવાઇઓ મુજબ બાકી રકમ બેંકના વ્‍યાજ દર કરતાં વધુ ૩ ટકા સાથે ચૂકવવી પડે અને જો અપીલ કરવી હોય છે ૭૫ ટકા રકમ ભરવી પડે. આ પરિસ્‍થિતિનો સામનો કરવો ન પડે તે માટે હૈદશબાદની પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા અબ્‍બાસ ટિંબરને કાયદેસર બાકી રહેતી રકમ રૂપિયા ૧૮,૩૧,૦૦૦/- તાબડતોબ ચૂકવી આપવામાં આવ્‍યા. આ તકે એ બાબત ખાસ નોંધનીય રહે કે કંડલા ટિંબર અસોશિએશન દ્વારા એમ એસ એમ ઇ ડી કાયદા હેઠળ વિલંબિત ચુકવણી વસૂલાત પદ્ધતિ વિષય ઉપર એડવોકેટ ગજેન્‍દ્ર જાનીનો સેમિનાર રાખવામા આવ્‍યો હતો. અબ્‍બાસ ટિંબર દ્વારા કંડલા ટિંબર અસોશિએશનના હોદેદારશ્રીઓ તથા પોતાના એડવોકેટ ગજેન્‍દ્ર જાની પરત્‍વે આભાર અને સંતોષની લાગણી વ્‍યક્‍ત કરવામાં આવી.  

(2:24 PM IST)