News of Thursday, 12th June 2025
ભાવનગરમાં 42.5 ડિગ્રી ની આકરી ગરમી અને બફારામાં નગરજનો શેકાયા
આકરી ગરમી અને બફારામાં શેકાયા :બપોરના સમયે ગરમ લુ ફેકાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગરમાં આજે 42.5 ડિગ્રી ની આકરી ગરમીથી નગરજનો શેકાયા હતા.
ગોહિલવાડમાં જેઠવાડના મતે આકડા તાપની અનુભૂતિ થઈ છે આજે તો ગરમીનો પારો વધીને 42.5 ડિગ્રીને આંબ જતા
ભાવનગર વાસીઓ આકરી ગરમી અને બફારામાં શેકાયા હતા. બપોરના સમયે ગરમ લુ ફેકાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આજે દિવસ દરમિયાન આગમાંથી આંકડો તાપ વરસતા છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાન 2.4 વધીને 42.5 ડિગ્રી એ પહોંચી ગયું હતું.મોડી મોદી સાંજ સુધી બફારો ઉકરાટ રહેતા લોકો તોબા પોકારી ગયા હતા.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 30.6 ડિગ્રી રહેવા પામ્યું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 47 ટકા રહ્યું હતું. પવનની ઝડપ 24 કિ.મી .પ્રતિ કલાકની રહી હતી
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
