<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

અસામાજીક તત્વો સામે હદપારીનું શસ્ત્ર ઉગામતી લાલપુર પોલીસ સ્ટેશન :નરેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ હદપારીની દરખાસ્ત તૈયાર મંજુર

સાનિધ્યપાર્કમાં રહેતા નરેન્દ્રસિંહ વિરુદ્ધ પ્રોહિબિશન સહિતના ગુન્હા નોંધાયેલ છે

જામનગર :પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર (IPS) રાજકોટ વિભાગ-રાજકોટનાઓએ જામનગર જીલ્લામા અસામાજીક તત્વો ઉપર કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય,જેથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) તથા મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા (IPS) નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં અસામાજીક પ્રવુતિ આચનાર ઉપર હદપારી દરખાસ્ત તૈયાર કરવા લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકર કે.એલ.ગળચર નાઓને સુચના કરવામા આવેલ જે અનુસંધાને હદપાર દરખાસ્ત તૈયાર કરી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ એસ.જે.અસ્વાર લાલપુર વિભાગ નાઓ તરફ મોકલતા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટએ  નરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા  વિરૂધ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૫૭(ગ) હેઠળ હદપાર મંજુર કરેલ છે.

  આરોપી  નરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા જાતે દરબાર  (ઉ.વ.૪૦ ) ધંધો.ખેતી) ( રહે. સાનીધ્ય પાર્ક લાલપુર તા.લાલપુર જી.જામનગર મુળ રહે.નાના ખડબા,ગામ તા.લાલપુર જી.જામનગર ) ને હદપારી  કરેલ છે 

આરોપી વિરુદ્ધ  (૧) લાલપુર પો.સ્ટે.ના બી-પાર્ટ  ગુ.ર.નં.૧૧૨૦૨૦૩૬૨૧૦૦૯૨/૨૦૨૧ (૨) લાલપુર પો.સ્ટે.ના બી-પાર્ટ गु.२.नं. ११२०२०३६२४०८०८/२०२४ એમ.વી.એક્ટ કલમ ૧૮૫ તથા પ્રોહી કલમ ૬૬(૧)(બી)મુજબ (૩) લાલપુર પો.સ્ટે.ના બી-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૨૦૩૬૨૪૦૯૦૯/૨૦૨૪ જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુન્હા નોંધાયા છે 

ઉપરોકત કામગીરી લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર.કે.એલ.ગળચર નાઓની સુચના મુજબ લાલપુર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. ડી.સી.ગોહિલ તથા પો.હેડ કોન્સ. ટીનુભા બી.જાડેજા તથા પો.કોન્સ. સંદીપભાઇ રામભાઇ હુણ તથા પ્રવિણભાઇ કરશનભાઇ બૈડીયાવદરા તથા રવિભાઇ જેશાભાઇ આંબલીયા તથા દિવ્યેશભાઇ રાજશીભાઇ ભીંભા વિગેરે નાઓ દ્રારા કરવામા આવેલ છે.

(11:26 PM IST)