<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

વિમાની દુર્ઘટનાના વિજયભાઇ સહિતના મૃતકોને બ્રિજેશ મેરજાની શ્રધ્‍ધાંજલી

રાજકોટ, તા., ૧૩: રાજયના પુર્વ પંચાયતમંત્રી બ્રિજેશ મેરજા જણાવે છે કે પુર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અકાળે જીવનદીપ બુઝાવાથી મેં ભારે મોટો આંચકો અનુભવ્‍યો છે. અમોએ સાથે વિદ્યાર્થી પરીષદમાં કામ કરેલું. ત્‍યારથી પાંગરેલો પરીચય આત્‍મીયતાભર્યો રહેલો. તેમના નિધનથી ગુજરાતના જાહેર જીવનમાં ન પુરાય તેવી ખોટ પડી છે. એટલુ જ નહી અનેક કાર્યકર્તાઓ સાથેના તેમના સબંધોમાં એક ખાલીપો ઉભો થયો છે. તે વણપુરાયેલો રહેશે. તેઓ હકારાત્‍મક રાજનીતીના પુરસ્‍કર્તા હતા. પરમાત્‍મા તેમના દિવ્‍ય આત્‍માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

બ્રિજેશ મેરજાએ અમદાવાદમાં થયેલી વિમાની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામને マદયપુર્વક અદબભેર શ્રધ્‍ધાંજલી અર્પીને તેમના પરિવારને સાંત્‍વના પણ પાઠવી છે.

(12:26 PM IST)