<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

પોરબંદરમાં નવરચિત મહાનગર પાલિકા દ્વારા વેરામાં આકરા વધારા સામે રોષઃ સામૂહિક વાંધા અરજીઓ

વાંધા અરજી ઝુંબેશમાં દરેક સમાજના આગેવાનો દરેક વેપારી એસોસિએશનનો સેવા સંગઠનોને જોડાવવા અનુરોધ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૩: મહાનગરપાલિકા, દ્વારા જનતાના માથે હાઉસ ટેક્ષમાં અસહ્ય ભાવવધારો ઝીંકવામાં આવ્‍યો છે, તેના વિરોધમાં જીતેન્‍દ્રભાઈ અને અમિતભાઈ ખોડા, પોરબંદરના લગભગ દરેક વિસ્‍તારમાં જઈને લોકોને વાંધા અરજી ફોર્મ ભરવામાં સમજાવી રહયાં છે. આ ઝુંબેશમાં સામાજિક સંસ્‍થાઓ, ડિસ્‍ટ્રિક્‍ટ ચેમ્‍બર ઑફ કોમર્સ, લોહાણા સમાજ, ખારવા સમાજ, અને દરેક સમાજના આગેવાનો દરેક એસોસિયેશન (વેપારી મંડળો) સહકાર આપે તેવો અનુરોધ કરવામાં આવ્‍યો છે.

આ વાંધા અરજી ઝુંબેશના આગેવાનોએ જણાવેલ કે અમારા સ્‍વાર્થ માટે નહીં, કોઈ રાજકીય હેતુ માટે નથી લડતા, પરંતુ સમાજ માટેની આ લડત છે. અમે જે અમારી ફરજ સમજી ને તેના વિરોધમાં મેદાનમાં ઉતર્યા છીએ. અમારી રાજકીય આગેવાની નથી, પરંતુ નમ્ર વિનંતિ છે કે,  જે તમોને લોકોએ વોટ આપી  વિજય બનાવ્‍યા છે, તેમના દુઃખમાં સહભાગી અને આ શોષણભર્યા ટેક્‍સના વધારામાંથી વેલા સર મુક્‍તિ અપાવવા માગણી છે.

મહાનગર પાલિકા દ્વારા હાઉસ ટેક્‍સમાં દર્શાવેલ ખાસ સફાઈ ચાર્જ અને સ્‍પેશિયલ ડ્રેનેજ ચાર્જ, જે કોઈ બીજી મ્‍યુનિસિપાલિટી કરતાં ભયંકર રીતે વધારે છે, તેવા દરોને તુરંત દૂર કરવા માગણી છે.

પ્રોપર્ટી નામ ટ્રાન્‍સફર ફી રાજકોટમાં રૂ.૫૦૦, જ્‍યારે પોરબંદરમાં મિલકતની કિંમતના ૧% (જો મિલકત રૂ.૪૦ લાખની હોય તો રૂ.૪૦,૦૦૦!). ડેથ સર્ટિફિકેટમાં સીધા ૧૦ ગણા વધુ ફી છે તેમ આગેવાનો જણાવે છે.

મહાનગર પાલિકા દ્વારા વેરામાં આકરા વધારા સામે સામૂહિક વાંધા અરજી ઝુંબેશમાં જોડાવવા જીતેન્‍દ્રભાઈ મદલાણી (મો.૯૯૧૪૦ ૨૫૯૦૦) અને અમિતભાઈ ખોડા(મો.૮૨૬૪૦ ૧૫૮૫૪) ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(12:22 PM IST)