<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

વેરાવળના દંપતીનું વિમાન ઘટનામાં મૃત્‍યુ

દીકરો, વહુ લંડનમાં હોય તેમજ દીકરીનો શ્રીમંત પ્રસંગ હોવાથી ત્‍યાં જતા હતા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૩: બીએસએનએલ માં ફરજ બજાવી નિવળત થયેલ દપંતી લંડન રહેતા તેમના દીકરો,વહુ, દીકરી,જમાઈ ને મળવા જતા હોય તેનું આજે અમદાવાદમાં બનેલ વિમાન દુર્ઘટનામાં મળત્‍યુ થતા પરીવારજનોમાં તેમજ જ્ઞાતિજનોમાં શોક વ્‍યાપેલ છે.

વેરાવળ નવી હવેલી પાસે રહેતા અને બીએસએનએલ માં નોકરી કરતા રાજુભાઈ જીમુલીયા તેમના પત્‍ની ભાવનાબેન જીમુલીયા લંડન જવા માટે તા.૧૧ ના રોજ વેરાવળ થી નિકળેલ હતા પરીવારજનો પાસે જાણવા મળેલ છે કે તેમના દીકરો વહુ લંડન માં રહેતા હોય તેમજ દીકરી પણ લંડન માં હોય તેને શ્રીમંત પ્રસંગ હોય જેથી દંપતી તે પ્રસંગમાં જતા હોય તેની સાથે દીકરીના સાસુ, સસરા કચ્‍છમાં રહે તે પણ આ પ્‍લેનમાં તેની સાથે હતા તેવું જાણવા મળેલ છે આ બનાવ થી પરીવારજનો તેમજ જ્ઞાતિજનોમાં ભારે શોક વ્‍યાપેલ છે

(1:40 PM IST)