News of Saturday, 14th June 2025
મહેન્દ્રનગર ચોકડી પાસે કારમાં દારૂ-બીયરની હેરાફેરી કરનાર ઝડપાયો, ૪.૬૨ લાખનો મુદામાલ જપ્ત.
કારમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૪૦ બોટલ અને બીયરના ૧૮ ટીન મળી આવ્યા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મહેન્દ્રનગર ચોકડી ઓવરબ્રિજ પસેથી પોલીસે કારમાં ઈંગ્લીશ દારૂ અને બીયરના જથ્થાની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને ૪.૬૨ લાખનો મુદામાલ કબજે લીધો છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સફેદ કલરની અરટીકા કારમાં દારૂનો જથ્થો ભરી હળવદ તરફથી મોરબી આવવાની છે તેવી બાતમી મળતા ટીમે મહેન્દ્રનગર ચોકડી પાસે વોચ ગોઠવી હતી અને મહેન્દ્રનગર ચોકડી ઓવરબ્રિજ પાસેથી કાર જીજે ૩૬ એએફ ૦૫૬૨ ને રોકી તલાશી લેતા કારમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૪૦ બોટલ અને બીયરના ૧૮ ટીન મળી આવ્યા હતા.
જેથી પોલીસે દારૂ-બીયર અને કાર કીમત રૂ ૪ લાખ સહીત કુલ રૂ ૪,૬૨,૭૮૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી જયદીપ બેચર ચાઉં રહે વરિયાનગર સો ઓરડી મોરબી 2 વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી મુબારક સંધી રહે જોગસર ધ્રાંગધ્રા વાળાનું નામ ખુલતા બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
