<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

મોરબીના મકનસર નજીક કાચા રસ્તે રીક્ષામાં દારૂની ૧૦૨ બોટલ સાથે એક ઝડપાયો, મહિલાનું નામ ખુલ્યું.

દારૂ, રીક્ષા કીમત રૂ ૧ લાખ અને મોબાઈલ સહીત કુલ રૂ ૨,૩૬,૫૦૦ નો મુદામાલ જપ્ત

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના મકનસર ગામ વાદી વસાહત જવાના કાચા રસ્તે આવેલ બાવળની કાંટ પાસેથી સીએનજી રીક્ષામાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૦૨ બોટલ, મોબાઈલ અને રીક્ષા સહીત ૨,૩૬,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપી લીધો છે તો મહિલા આરોપીનું નામ ખુલતા તપાસ ચલાવી છે.


મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે સીએનજી રીક્ષા જીજે ૧૩ એવી ૬૮૨૦ વાળીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી એક ઇસમ વાંકાનેર તરફથી મકનસર આવવાનો છે જે બાતમીને પગલે ટીમે વોચ ગોઠવી હતી અને સીએનજી રિક્ષાને ઝડપી લઈને તલાશી લેતા દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૦૨ બોટલ કીમત રૂ ૧,૩૧,૫૦૦ નો જથ્થો મળી આવ્યો હતો જેથી દારૂ, રીક્ષા કીમત રૂ ૧ લાખ અને મોબાઈલ સહીત કુલ રૂ ૨,૩૬,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી સમીર ઉર્ફે સમલો અબ્બાસ કટિયા (રહે રતનપર ઢાળ વિસ્તાર સુરેન્દ્રનગર વાળા) ને ઝડપી લીધો છે મહિલા આરોપી સુરેન્દ્રનગર ટાવર પાસે રહેતા પિંકીબેન માણેકનું નામ ખુલતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:51 AM IST)