News of Saturday, 14th June 2025
કાલાવડ વકીલ મંડળના સેક્રેટરી ઈમ્તિયાઝભાઈ દોઢિયાની હત્યા ઘરનું તાળું ખોલતા હતા ત્યારે ત્રણ શખ્સોએ પાછળથી હુમલો કર્યો
સિનિયર એડવોકેટની હત્યાથી કાલાવડ વકીલ મંડળમાં ઘેરો શોક :પોલીસ ઘટના સ્થળે પહોંચી :

કાલાવડમાં સિનિયર એડવોકેટની હત્યાથી ઘેરો શોક ફેલાયો છે આજે રાત્રે કાલાવડ વકીલ મંડળના સેક્રેટરી અને જાણીતા એડવોકેટ ઇમ્તિયાઝભાઈ દોઢિયાની હત્યા થતા સનસનાટી મચી જવા પામી છે
આ અંગે જાણવા મળ્યા મુજબ આજે રાત્રીના સમયે કાલાવડ શહેર ખાતે તેમના ઘરે ઘરનું તાળું ખોલવા સમયે અજાણ્યા ત્રણ શખ્સોએ પાછળ થી આવી હુમલો કરી હત્યા નિપજાવી હતી, હુમલા બાદ તાત્કાલિક કાલાવડ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા ત્યાં હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા
સિનિયર એડવોકેટની હત્યાથી કાલાવડ વકીલ મંડળમાં ઘેરો શોક છવાયો છે. બનાવની જાણ થતા કાલાવડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હત્યા બાબતે ઉંડી તપાસ કરી પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
(1:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
