<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

જસદણમાં આજે સાંજે પ્‍લેન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાશે

 

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૧૪: શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરૂભાઈ છાયાણી તથા જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ગીડાની યાદીમાં જણાવ્‍યા મુજબ અમદાવાદ ખાતે પ્‍લેનની ગોઝારી દુર્ઘટનાએ સમગ્ર રાજ્‍ય તેમજ દેશનું કાળજુ કંપાવી નાખ્‍યું છે જેમા સન્‍માનિય પૂર્વ મુખ્‍યમંત્રી  વિજયભાઈ રૂપાણી સહિતના અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્‍યા છે તેવા સંજોગોમાં ગોઝારા અકસ્‍માતમાં મળત્‍યુ પામેલા દિવંગતોની આત્‍માને પરમકળપાળુ પરમાત્‍મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવા તમામ સમાજના સૌ સાથે મળી શ્રધ્‍ધાંજલી આપે તે માટે  તા. ૧૪- ૬- ૨૦૨૫ ને શનિવાર સાંજે ૭ કલાકે વાજ સુરેશ્વર મંદિર   ટાવરચોક  જસદણ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં તમામ જ્ઞાતિ, સમાજ ધર્મ તથા તમામ રાજકીય પક્ષના લોકો સહિત જાહેર જનતાને ઉપસ્‍થિત રહેવા કોંગ્રેસ પક્ષે અનુરોધ કર્યો છે.

(11:34 AM IST)