તા. ૧૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૮ શુક્રવાર
News of Saturday, 14th June 2025
જસદણ તાલુકાના મદાવાના સરપંચનું તાલુકા પંચાયત ખાતે હાર્ટએટેક આવતા કરુણ મોત

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૧૪: તાલુકાના મદાવા ગામના પૂર્વ સરપંચ જયેશભાઈ સોમાભાઈ જતાપરા આજે જસદણ તાલુકા પંચાયત ખાતે તથા જસદણ મામલતદાર કચેરી ખાતે માદાવા ગ્રામ પંચાયતના જુદા જુદા કામ અર્થે આવ્યા હતા. દરમિયાન જસદણ તાલુકા પંચાયત ખાતે તેમને અચાનક હાર્ટ એટેક આવતા તાત્કાલિક તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જોકે હોસ્પિટલ ખાતે મદાવાના પૂર્વ સરપંચ જયેશભાઈ જતાપરાને ડોક્ટરોએ મળત જાહેર કર્યા હતા. મદાવાના વર્તમાન સરપંચ જીણીબેન સોમાભાઈ જતાપરાના એકના એક પુત્ર જયેશભાઈ જતાપરા (ઉંમર વર્ષ ૩૬)નું એટેક આવતા મોત નીપજતા નાનકડા મદાવા ગામમાં અરેરાટી ફેલાઈ છે. મળત્યુ પામનાર જયેશભાઈને સંતાનમાં એક દીકરી છે જેને પિતાની છત્રછાયા ગુમાવી છે.માતા પિતાની નજર સામે જ પુત્રને એટેક આવતા તાત્કાલિક જસદણની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જયેશભાઈ જતાપરા મદાવા ગ્રામ પંચાયતની કામગીરી લઈને તેમના માતા સરપંચ હોય તેમની સાથે જસદણ આવ્યા હતા, ત્યારે આ બનાવ બન્યો હતો.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
