News of Saturday, 14th June 2025
માણાવદરમા ખંઢેર પડતર મકાનેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બીયર ટીન સહિત રૂ. ૩,૪૨,૯૦૦/- ના મુદામાલ ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢની ટીમ
દિનેશ ઉર્ફે મુના રાધવભાઇ બુમતારીયાની ધરપકડ : લાખા અરજણ ઇછુડા રહે. માણાવદર બાવાવાડી અને રામા કારા કરમટાની શોધખોળ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૪ : માણાવદર બસ સ્ટેશન પાછળ આવેલ રાધાનગર વિસ્તારમાં આવેલ ખંઢેર પડતર મકાનેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બીયર ટીન કુલ-૨૮૦ કિ.રૂ.૩,૦૧,૯૦૦/- તથા મો.ફોન-૧ કિ.રૂ.૧૦૦૦/- તથા મો.સા.-૧ કિ.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ રૂ. ૩,૪૨,૯૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી પ્રોહીબીશન ધારા હેઠળ ગણનાપાત્ર કેસ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢની ટીમે શોધી કાઢ્યો છે.
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજાડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી/દેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પો.ઇન્સ. જે.જે.પટેલ તથા પો.સબ ઇન્સ. ડી.કે.ઝાલા તથા ડી.કે.સરવૈયા તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પો. હેડ કોન્સ. ઇન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદીયા તથા પો.કોન્સ. ચેતનસિંહ સોલંકી, દિપકભાઇ બડવા નાઓને ખાનગી બાતમીદારો મારફતે ચોક્ક્સ બાતમી હકિકત મળેલ કે, લાખા અરજણ ઇછુડા રહે. માણાવદર બાવાવાડી તથા રામા કારા કરમટા રહે. માણાવદર સ્ટેશન પ્લોટ વાળાઓએ બહારના રાજયમાંથી ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવી માણાવદર, રાધાનગરમાં રાજુ મોહનભાઇ પટેલ રહે. મુળ માણાવદર હાલ રાજકોટ વાળાના પડતર ખંઢેર મકાનમાં તેના માણસ મુનો ઉર્ફે દિનેશ રાઘવ સથવારાને કમીશન આપી દારૂનું વેચાણ કરે છે. અને દિનેશ ઉર્ફે મુનો હાલ ઉપરોકત હકીકત વાળી મકાને મો.સા. સાથે મુદામાલ લઇને વહેચવાની પેરવીમાં હોય. જે હકિકત આધારે આજરોજ હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા બાતમી હકિકત વાળો ઇસમ હાજર મળી આવતા પકડી પાડી ઉપરોકત ખંઢેર મકાનમાં તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવતા તમામ મુદામાલ કબ્જે કરી માણાવદર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૩૭૨૫૦૨૨૦/૨૦૨૫ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૯૮(૨), ૮૧ મુજબનો ગુન્હો રજી. કરાવવામાં આવેલ છે.
હાજર મળી આવેલ આરોપી તથા ગુન્હાહિત ઇતિહાસ:-
(૧) દિનેશ ઉર્ફે મુના રાધવભાઇ બુમતારીયા, ઉ.વ. ૨૯ રહે. માણાવદર બસ સ્ટેશન પાછળ, રાધાનગર જી. જૂનાગઢ માણાવદર પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૫૦૫૯/૧૦ પ્રોહી ક. ૬૬બી, ૬૫એલ, ૧૧૬(૨)બી, ૯૮,૯૯,૮૧માણાવદર પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૫૦૫૭/૨૦૧૧ પ્રોહીક. ૬૬બી, ૬૫એઇ, ૯૮,૯૯, ૧૧૬(૨) ૮૧માણાવદર પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૧૦૦/૨૦૧૨ પ્રોહી ક. ૬૬બી, ૬૫એઇ, ૧૧૬(૨)બીમાણાવદર પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૨૧/૨૦૧૩ પ્રોહી ક. ૬૬બી, ૬૫એઇ, ૯૮,૯૯માણાવદર પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૫૦૫૧/૨૦૧૪ પ્રો.ક. ૬૫ઇમાણાવદર પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૫૦૯૭/૧૪ પ્રોહી ક. ૬૬બી, ૬૫એઇ, ૧૧૬ બીમાણાવદર પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૬૦/૨૦૧૬ પ્રોહી ક. ૬૬બી, ૬૫એઇ, ૧૧૬(૨)બી, ૯૮,૯૯
માણાવદર પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૨૧/૨૦૧૯ પ્રોહી ક. ૬૫ઇ,
માણાવદર પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૨૦૩/૨૦૧૯ પ્રોહી ક. ૬૫ઇ, ૧૧૬(૧)બી ૯૮(૨) ૮૧માણાવદર પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૧૧૨૦૩૦૩૭૨૦૦૦૩૩/૨૦૨૦ પ્રોહી ક. ૬૫ઇ, ૧૧૬(બી )માણાવદર પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૧૧૨૦૩૦૩૭૨૧૦૬૩૫/૨૧ પ્રોહી ક. ૬૫એએ ૮૧, ૯૮(૨) ૧૧૬ બીમાણાવદર પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૧૧૨૦૩૦૩૭૨૨૦૦૬૩/૨૨ પ્રોહી ક. ૬૬ (૧) બીમાણાવદર પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૧૧૨૦૩૦૩૭૨૨૦૧૫૦/૨૨ પ્રોહી ક. ૬૫એએમાણાવદર પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૧૧૨૦૩૦૩૭૨૨૦૨૧૯/૨૨ પ્રોહી ક. ૬૫એએમાણાવદર પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૧૧૨૦૩૦૩૭૨૪૦૧૧૮/૨૦૨૪ પ્રોહી ક. ૬૫એએમાણાવદર પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૧૧૨૦૩૦૩૭૨૪૦૩૯૯/૨૪ પ્રોહી ક. ૬૫એએ.
હાજર નહિ મળી આવેલ આરોપી તથા ગુન્હાઇત ઇતીહાસ (૨) લાખા અરજણ ઇછુડા રહે. માણાવદર બાવાવાડી (૩) રામા કારા કરમટા રહે. માણાવદર સ્ટેશન પ્લોટ .કબ્જે કરવામાં આવેલ મુદામાલઃ-
(૧) ROYAL STAG CLASSIC WHISKY ની ૭૫૦ એમ.એલ.ની બોટલ-૬૦ કિ.રૂા.૭૮,૦૦૦/-
(૨) MAGIC MOMENTS GRAIN VODKA ની ૭૫૦ એમ.એલ.ની બોટલ-૧૪૯ કિ.રૂા.૧,૭૮,૮૦૦/-
(૩) ROYAL CHALLENGE PREMIUM GOLD WHISKY ની ૭૫૦એમ.એલ.ની બોટલ-૨૪ કિ.રૂા.૩૧,૨૦૦/-
(૪) GREEN LABEL WHISKY ની ૭૫૦ એમ.એલ.ની બોટલ-૫ કિ.રૂા.૫,૫૦૦/-
(૫) KINGFISHER STRONG PREMIUM BEER ની ૫૦૦ એમ.એલ. ટીન નંગ –૪૨ કિ.રૂા.૮,૪૦૦/-
કુલ બોટલ તથા બીયર ટીન નંગ-૨૮૦ કિ.રૂા. ૩,૦૧૯૦૦/- (૨) મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૧,૦૦૦/-(૩) મો.સા. રજી. નં.જીજે-૧૧-સીએમ-૮૯૧૧ કિ.રૂ.૪૦,૦૦૦/-કુલ મુદામાલ કિ.રૂ.૩,૪૨,૯૦૦/
આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. જે.જે.પટેલ તથા પો.સબ ઇન્સ. ડી.કે.ઝાલા તથા એ.એસ.આઇ. સામતભાઇ બારીયા, નિકુલ એમ. પટેલ તથા પો. હેડ કોન્સ. ઇન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદીયા, જીતેષ મારૂ, વનરાજસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. ચેતનસિંહ સોલંકી, દિપકભાઇ બડવા તથા ડ્રા.પો.કોન્સ. વરજાંગભાઇ બોરીચા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
