News of Saturday, 14th June 2025
પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા પીપળીમાં કાલે રવિવારે રામધૂન.
પીપળી ગામ ખાતે શ્રી નકળંગધણી રામામંડળ તથા સમસ્ત પીપળી ગામ દ્વારા રામદેવપીર મંદિર ખાતેરામધૂન

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : પીપળી ગામ ખાતે શ્રી નકળંગધણી રામામંડળ તથા સમસ્ત પીપળી ગામ દ્વારા તા. 15-6-2025ને રવિવારના રોજ રાત્રે 9 થી 11 કલાક દરમ્યાન રામદેવપીર મંદિર ખાતે અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે રામધુનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
