<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

મોરબીના વનાળીયા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા : રોકડ રૂ ૩૪,૨૦૦ જપ્ત.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના વનાળીયા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને એલસીબી ટીમે રોકડ રૂ ૩૪,૨૦૦ જપ્ત કરી છે.


મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકાના વનાળીયા ગામે આરોપી અભરામ મુસાભાઈ લુઢર વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળી હતી જેથી ટીમે રેડ કરી હતી જ્યાં વાડીની ઓરડીમાં જુગાર રમતા અભરામ મુસાભાઈ લુઢર, યુનીસ હાજી કાળા, પ્રગ્નેશ ગોવિંદ પરમાર, મગન ભુરાભાઈ વીરસોડીયા અને ભરત પરબતભાઈ અમૃતિયા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૩૪,૨૦૦ જપ્ત કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગાર ધારા મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(11:20 PM IST)