News of Monday, 16th June 2025
ત્રાપજના આધેડએ બાઈકનું ઇંધણ પૂરાવ્યુંને જિંદગીપર પૂર્ણવિરામ લાગીગયા

ભાવનગર તા.૧૬: તળાજા ભાવનગર નેશનલ હાઇવે બાઈક સવાર ત્રાપજના આધેડ અને ફોરવહીલ ના અકસ્માત ને લઈ રક્તરંજીત બન્યો હતો.બનાવ ના પગલે ત્રાપજ ગામના સરપંચ સહિત રાજકીય અને સામાજિક આગેવાનો તળાજા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
ટ્રેકટર રીપેરીંગ નું કામ કરી જીવન નો નિર્વાહ ચલાવતા હીરાભાઈ ધનજીભાઈ જાળેલા ઉ.વ.૫૮ પોતાનું બાઈક લઈ હાઇવે પરના ધાબાપર જમીને પાંચ પીપળા નજીકના પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ પુરાવી ને રોડપર ચડતા હતા.એજ સમયે કારનં જીજે૦૫-આર.કે.૩૬૩૬ સાથે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત મા ગંભીર ઇજા થતાં હીરાભાઈ જાળેલા ને કાર ચાલક માનવતા ખાતર તળાજા હોસ્પિટલમાં લાવેલ.જ્યાં ફરજ પરના તબીબે મળત જાહેર કરેલ હતા.
બનાવ ના પગલે પાલિવાલ સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ,ત્રાપજ ના સરપંચ દિગુભા ગોહિલ સહિતના હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
