News of Monday, 16th June 2025
ધ્રાંગધ્રામાં ૪૫ દબાણો દૂર કરાયા

વઢવાણ,તા.૧૬: શહેરમાં લાંબા સમયથી માર્ગો પર થયેલા દબાણોને હટાવવા માટે નગરપાલિકા દ્વારા પોલીસના સહયોગથી મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને અનેક લોકોએ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરી લીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોસ્ટ ઓફિસથી શક્તિ મંદિર શાક માર્કેટ સુધીના રોડ પર થયેલા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ દબાણોમાં અનેક વેપારીઓ, પાનના ગલ્લાવાળા અને ચાની લારીવાળા દ્વારા રોડ પાસે અડચણરૂપ દબાણો કરવામાં આવ્યા હતા, તો કેટલાક વેપારીઓએ દુકાનની બહાર પાકા દબાણો પણ કર્યા હતા.
નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા અને ચીફ ઓફિસર મન્ટીલભાઈ પટેલની આગેવાની હેઠળ, નગરપાલિકાની ટીમે પોલીસ અને જેસીબી ટ્રેક્ટર સાથે ઘટનાસ્થળે ધસી જઈને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.આ કામગીરી દરમિયાન કુલ ૪૫ જેટલા દબાણો હટાવી દેવામાં આવ્યા છે.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
