News of Monday, 16th June 2025
વાંકાનેરમાં ભારે પવનના કારણે પુલના સ્લેબનો સેન્ટ્રીંગનો સામાન તુટી પડયોઃ પુલનું કામ હવે કયારે પુરૂ થશે ?
ચોમાસા પહેલા પુલની કામગીરી પુરી કરવી અશકય

(લિતેશ ચંદારાણા-મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૧૬: વાંકાનેરના પંચાસર બાયપાસ પર મચ્છુ નદી પર બનેલ પુલ લાંબા સમયથી જર્જરીત હાલતમાં હોય, જેના કારણે છેલ્લા એક વર્ષથી વાંકાનેર શહેરમાં ટ્રાફિક સમસ્યાએ માઝા મૂકી છે, જેનાથી સમગ્ર પંથકના નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આ સમસ્યામાં પડ્યા પર પાટું સમાન સ્થિતિ સર્જાઈ છે, જેમાં જર્જરીત થયેલ પુલના સ્લેબની મરામત કામગીરી દરમ્યાન ગઇકાલે રાત્રીના વાંકાનેર પંથકમાં આવેલ મીની વાવાઝોડા સાથેનાં વરસાદમાં પુલના સ્લેબની ભરાઇ માટે ગોઠવવામાં આવેલ સેન્ટીંગનો માચડો ધરાશયી થયો હોવાની વિગતો મળી રહી છે.
વાંકાનેરના પંચાસર બાયપાસ પર છેલ્લા એક વર્ષથી જર્જરીત થયેલ પુલના કારણે હેવી વાહનોનો સમગ્ર ટ્રાફિક વાંકાનેર શહેરમાં ડાયવર્ટ થયો હોય, જેના કારણે શહેરમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય રહી છે, જેનાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આ પુલના મરામત કામગીરી ચોમાસા પૂર્વે જ પૂર્ણ કરવા નેતાઓએ નાગરિકોને વાદાઓ કર્યા હોય, દરમ્યાન ધીમી ગતિએ ચાલતી કામગીરીથી પણ નાગરિકો નારાજ હોય.
ભાટી ટીવી સાથે પત્રકાર તથા નગરપાલિકા સભ્ય મહેમદભાઇ રાઠોડ સ્થાનિક પુલ નેશનલ હાઇવે પર જતા તે પુલનો એકભાગ તુટી અને જમીન દોસ્ત થઇ ગયેલ હોય. જ ભાગનું સેન્ટ્રીંગ પાયા વગરનું ગોઠવાયેલુ હતું જે એન્જીનીયરના કહેવા પ્રમાણે લોખંડના પિજરા આ રીતે જ ગોઠવાયજેમાં અમોને લોટ પાણીને લાકડા જેવા ભાસ જોવા મળેલ, જો આવો મોટો હેવી પુલ લોખંડનો બીમ કોલમ વગર કેવી રીતે ટકી શકે તેવા પ્રશ્ન ઉભો થયો છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
