<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

ગોંડલ પોલીસે ટ્રકમાંથી બેટરીની ચોરી કરનાર બે શખ્‍સોને ઝડપી લીધા

તસ્‍વીરમાં પકડાયેલ બન્ને શખ્‍સો ચોરાઉ બેટરી અને રીક્ષા સાથે નજરે પડે છે. (૯.૮)

રાજકોટ, તા. ૧૭ :  ગોંડલમાં ખટારા સ્‍ટેન્‍ડમાંથી ટ્રકમાંથી બેટરી ચોરી કરનાર બે શખ્‍સોને પોલીસે ઝડપી લીધા હતા.

રાજકોટ ગ્રામ્‍ય પોલીસ અધિક્ષક હિમકરીસંહ તરફથી મિલ્‍કત વિરૂધ્‍ધના બનેલ ગુન્‍હાઓનો ભેદ ઉકેલવા સૂચના આપેલ હોય જે અન્‍વયે ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના ખટરા સ્‍ટેન્‍ડ પાસે પાર્ક કરેલ ટ્રકમાંથી બે બેટરીઓ કોઇ અજાણ્‍યો ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ થતા ગોંડલ સીટી પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર એલ.આર. ગોહિલની સુચના અને માર્ગદર્શન અન્‍વયે સર્વેલનસ સ્‍કોડના પો. હેડ કોન્‍સ. યુવરાજસિંહ ગોહિલ પો. કોન્‍સ. ભાવેશભાઇ સાસીયા તથા ક્રિપાલસિંહ ઝાલા મળેલ બાતમી આધારે ઉપરોકત ગુન્‍હાના કામે ચોરી થયેલ બેટરીઓ તથા અન્‍ય બે બેટરીઓ અને રીક્ષા સાથે (૧) રમઝાન ઉર્ફે મૌસીન હુશૈનભાઇ બ્‍લોચ રહે. ગોંડલ આવાસ યોજના કવાર્ટર નં.ઇ.પ તા. ગોંડલ તથા (ર) વિજય સંદીપભાઇ મેણીયા રહે. હાલ ગોંડલ વોરાકોટાડા રોડ, તા. ગોંડલને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી. (૯.૮)

 

(11:58 AM IST)