<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

વરસાદઃ આજે અને આવતીકાલે સૌરાષ્‍ટ્રનેઃ પરમ દિ' કચ્‍છને ધમરોળશે

જૂનના અંતિમ સપ્તાહમાં બંગાળની ખાડીની સિસ્‍ટમ ગુજરાતમાં ભારે વરસાદ વરસાવશે

 

 

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૧૬: આઇએમડી અખિલ શ્રીવાસ્‍તવ જણાવે છે કે આગામી ર૪ કલાકમાં ચોમાસુ ગુજરાતમાં એન્‍ટર થઇ શકે છે.

આઇએમડીના ત્રણ દિવસના ફોરકાસ્‍ટ  મોડેલ મેપ્‍સમાં ગુજરાતમાં વરસાદી સ્‍થિતિ દર્શાવે છે કે, આજે સોમવાર અને મંગળવારે ગુજરાત ભરમાં ખાસ કરી સૌરાષ્‍ટ્રને વરસાદથી તરબોળ કરી દેશે જયારે બુધવારે પરમદિ' અરબ સાગરની સિસ્‍ટમ કચ્‍છ તરફ ગતિ કરી કચ્‍છમાં ભારે વરસાદ વરસાવશે.

આઇએમડીના ટેનડેઝ ફોરકાસ્‍ટ મોડેલ મેપ્‍સમાં જુન માસના અંતિમ સપ્તાહમાં બંગાળની ખાડીમાંથી ઉદભવેલી સિસ્‍ટમ ગુજરાતમાં પહોંચી, રાજયમાં ભારે વરસાદ વરસાવશે. જો કે આ લોકગ પીરીયડ ફોરકાસ્‍ટ હોઇ, થોડો-ઘણો ફેરફાર થવા સંભવ રહે છે.

હવે બફારો ભલે બેફામ રહે પણ આકરા દેહ દઝાડતા તાપથી ઘણા સમય બાદ રાહત મળવા પામી છે. જુનના અંતિમ ભાગ અને જુલાઇના પ્રારંભે બંગાળની ખાડીમાં ફરી નવી સિસ્‍ટમ આકાર લેશે. એવું જીએફએસ મોડેલમાં જોવા મળે છે.

(1:19 PM IST)