<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

કચ્છના રાપરમાં નગરપાલિકા દ્વારા ૩ કરોડના ખર્ચે તળાવના ચાલતા બ્યુટીફીકેશનની કામગીરી પ્રથમ વરસાદ મા જ ધોવાઈ ગઈ

પ્રથમ વરસાદ મા તુટી જતા આગામી દિવસોમાં શું થશે તે અંગે તપાસ ની માંગણી શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ :  કચ્છના રાપર મધ્યે આથમણા નાકા વિસ્તારમાં આવેલા પૌરાણિક રત્નેશ્ચર મંદિર પાસે ના આંઢવાળા તળાવ ખાતે છેલ્લા બે વર્ષથી તળાવ માં શહેરીજનોને હરવા ફરવા માટે તથા શહેર ના લોકો ને સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ત્રણ કરોડ ના ખર્ચે તળાવ બ્યુટીસન ની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ તળાવ કામગીરી નગરપાલિકા ના સદસ્ય ના પતિ દ્વારા કરવામાં આવી રહી છે તેઓ પણ ભુતપૂર્વ સદસ્ય છે આ કામગીરી માટે રાપર શહેર કોંગ્રેસ દ્વારા અગાઉ વિજીલન્સ ની તપાસ ની માંગણી સાથે ભ્રષ્ટાચાર બતાવ્યો હતો ત્યારે જાણે આ ભ્રષ્ટાચાર પાધરો થતો હોય તેમ રાપર શહેરમાં ચાર ઈંચ ના વરસાદ મા આંઢવાળા તળાવ મા સિમેન્ટ અને માટી કામ તથા અન્ય કામગીરી પાધરી થઈ ગઈ હતી આ અંગે રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડ એ જણાવ્યું હતું કે આંઢવાળા તળાવ ની કામગીરી ભાજપ શાસિત રાપય નગરપાલિકા દ્વારા સદસ્ય ના પતિ ને આપવા મા આવી છે તળાવ ની પાળ પર સિમેન્ટ કામ તથા માટી કામ ધોવાઈ ગયું હતું સિમેન્ટ આર સીસી તથા પથ્થર દ્વારા સિમેન્ટ સાથે પેચીંગ કામ કરવા મા આવ્યું હતું જે પ્રથમ વરસાદ મા ધોવાઈ ગયું છે રાપર નગરપાલિકા દ્વારા બે ખોફ ભ્રષ્ટાચાર આચરવા મા આવ્યો છે જે અંગે તપાસ કરવા માટે માંગણી કરવામાં આવી છે પ્રથમ વરસાદ મા તુટી જતા આગામી દિવસોમાં શું થશે તે અંગે તપાસ ની માંગણી શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)

(1:08 PM IST)