તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
ખોડલધામ મંદિરે અડધી કાઠીએ ધ્વજ ફરકાવી શોક જાહેર કર્યો

રાજકોટ, તા.૧૬: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મળત્યુ પામનાર પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત તમામ દિવંગત આત્માઓને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નિધનને પગલે આજે રાજ્ય સરકાર દ્વારા રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે શ્રી ખોડલધામ મંદિરે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગતોના આત્માની શાંતિ માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રાર્થના કરે છે.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
