<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

મહુવા પંથક માં સાંબેલાધારે ધોધમાર 6 ઈંચ ઉપરાંત નો વરસાદ વરસ્યો : નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયાં : મહુવા સાવરકુંડલા અમરેલી હાઈવે બંધ : માલણ નદી માં બે કાંઠે ઘોડાપૂર આવ્યું: વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખૂશખુશાલ : જુઓ વિડિઓ

નેસવડ, કુંભણ, કોજળી, કાળેલા, ઉમણિયાવદર, રૂપાવટી, જાદરા, ભાદરા, માળવાવ, દાઠા,દેવળીયા,સથરા,વાધનગર,ભાદ્રોડ,તાવેડા,કંટાસર,ખાટસુરા, તલગાજરડા સહિત ના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ

 

( રહીમ વસાયા ) મહુવા : ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં આજરોજ તારીખ 16/6/2025 ને સોમવાર ના વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદ અત્યારે બપોર ના અઢી વાગ્યા આસપાસ વિરામ લીધો હતો સવારથી અત્યારે બપોર ના અઢી વાગ્યા સુધી માં 6  (છ )ઈંચ ઉપરાંત નો ધીંગો વરસાદ વરસ્યો હતો આ વરસાદ ના પગલે મહુવા શહેર ના ગાંધી બાગ,ભાદોડગેઈટ, નેસવડચોકડી, ફાતેમા સોસાયટી, હુસૈનની નગર સહિત ના નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયાં હતાં આ ધોધમાર વરસાદ ના પગલે મહુવા સાવરકુંડલા અમરેલી હાઈવે માર્ગ માં દુધાળા ગામ પાસે નું ડાયવઝન ધોવાઈ જતા આ હાઈવે માર્ગ સદંતર બંધ થઈ ગયો હતો આ વરસાદ ના પગલે મહુવા ની માલણ નદી માં બે કાંઠે ઘોડાપૂર આવ્યું હતું આ વાવણીલાયક વરસાદ વરસી જતા જગતનો તાત ખેડૂત ઠેકાણે ખુશ ખુશાલ જોવા મળી રહ્યો હતો આ વરસાદ મહુવા શહેર ઉપરાંત ના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો જેવા કે નેસવડ, કુંભણ, કોજળી, કાળેલા, ઉમણિયાવદર, રૂપાવટી, જાદરા, ભાદરા, માળવાવ, દાઠા, દેવળીયા,સથરા,વાધનગર,ભાદ્રોડ,તાવેડા,કંટાસર,ખાટસુરા, તલગાજરડા સહિત ના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાના ના વાવડ મળી રહ્યા છે.

(3:31 PM IST)