<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગ ભગાવે રોગ સ્પર્ધામાં યોગ, આસન કે પ્રાણાયામ કરતા થતા લાભ પર વિડીયો બનાવી સ્પર્ધામાં ભાગ લો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : તા. ૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે એક “એક પૃથ્વી એક  સ્વાસ્થ્ય માટે યોગ ” “યોગ ભગાવે રોગ” આપને મનપસંદ યોગ, આસન કે પ્રાણાયામ કરતાં થતાં લાભ બતાવતો વિડીયો બનાવી સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું છે
લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. 21 જુન ” વિશ્વ યોગ દિવસ ” “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ ” “યોગ ભગાવે  રોગ ” નાં અનુસંધાને તમારાં મનપસંદ કોઈપણ એક યોગ, આસન કે પ્રાણાયામ કરતાં થતાં લાભ નો વિડીયો બનાવી મોકલી આપો.
યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે.
આપણાં  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ  વર્ષ 2015 થી 21 મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું.
યોગ શબ્દ ના બે અર્થ થાય છે અને બન્ને મહત્વપૂર્ણ છે. પહેલો છે જોડ અને બીજો સમાધિ. યોગ  ધર્મ , આસ્થા અને અંધ વિશ્વાસ થી ઉપર છે.  યોગ એક પૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. એક પૂર્ણ માર્ગ છે. ત્યાં પહોંચવા ની આઠ સીડીઓ નિર્મિત કરી છે. આ આઠ અંગો છે યમ, નિયમ , આસન , પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ ઉપરોક્ત આઠ અંગોના પોતાના ઉપ અંગ પણ છે. તાજેતર માં યોગના ત્રણ જ અંગ ચલન માં છે આસન, પ્રાણાયામ, અને ધ્યાન.કેટેગરી મુજબ સ્પર્ધકો એ કોઈપણ એક યોગ, આસન કે પ્રાણાયામ કરતાં થતાં લાભ દર્શાવતો વિડીયો બનાવી મોકલી આપો
આપનો યોગ આસન નો વિડીયો મોકલવા માટે નીચે આપેલ કોઈપણ એક વોટસપ નંબર 98249 12230 /97279 86386  પર તા. 21 /6 /2025  સાંજ નાં 6=00 સુધી માં  મોકલી આપો. વિશ્વ યોગ દિવસની સ્પર્ધા નહી આજ ની જરૂરિયાત છે આપનાં મિત્ર-સર્કલ તથા અન્ય ગૃપ માં પણ જરુર જાણ કરશો

(11:30 PM IST)