<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

મોરબીના નાની વાવડી ગામના તળાવમાં સ્‍વીમીંગ મોક ડ્રીલ યોજાઈ

 

મોરબીઃ મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગની સતર્કતા તેમજ સક્ષમતા તપાસવા માટે નાની વાવડી ગામના તળાવ ખાતે કમિશ્‍નર અને ડેપ્‍યુટી કમિશ્‍નરના માર્ગદર્શન હેઠળ સ્‍વીમીંગ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીમાં ફસાયેલા વ્‍યક્‍તિને કેવી રીતે બચાવવા તે અંગેની સફળ સ્‍વીમીંગ ડ્રીલ કરી હતી.

સ્‍વીમીંગ ડીલનો મુખ્‍ય ઉદેશ્‍ય ચોમાસાની ઋતુમાં કોઈપણ પરિસ્‍થિતિને પહોંચી સકાય અને કોઈપણ ઈમરજન્‍સી વખતે તાત્‍કાલિક ધોરણે ફાયર શાખાનો સંપર્ક કરી નાની મોટી દુર્ઘટના અથવા કોઈ જાનહાની કે પછી કોઈ મોટી આપદા નિવારી સકાય અને જાનમાલની સલામતી કરી સકાય. દુર્ઘટના સમયે મોરબી ફાયર એન્‍ડ ઈમરજન્‍સી સર્વિસના ફોન નંબર ૦૨૮૨૨ ૨૩૦૦૫૦ અને ૧૦૧ પર સંપર્ક કરી સકાય છે.

(11:15 AM IST)