<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

હળવદમાં પાંચ બહેનોના એકના એક ભાઈનું વિજશોક લાગતા મોત

 

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૧૭: સરા રોડ ઉપર આવેલ રઘુનંદન સોસાયટી પાછળ વાડીએ વિજશોક લાગતા ૨૫ વર્ષીય યુવાન ખેડૂતનું મોત નિપજ્‍યું છે.

ગોરી દરવાજા વિસ્‍તારમાં રહેતા સનીભાઈ ભગવાનજીભાઈ પરમાર ઉંમર વર્ષ ૨૫ નામનો યુવાન ગઈકાલે રઘુનંદન સોસાયટી પાછળ આવેલ તેઓની વાડીએ ગયેલ હોય અને વાડીની ઓરડીમાં મોટર ચાલુ કરતી વેળાએ ઇલેક્‍ટ્રીક બોર્ડમાંથી વીજ શોક લાગતા મળત્‍યુ નીપજ્‍યું હતું. બનાવને પગલે પરિવારજનો દ્વારા શનિના મળતદેહને હળવદ દવાખાને લઇ જઈ પોલીસને જાણ કરીને પી.એમ. કરાવ્‍યું હતું. ભગવાનજીભાઈને સંતાનમાં પાંચ દીકરીઓ અને એક જ દીકરો હતો. પાંચે દીકરીઓમાં સની સૌથી નાનો હતો.એકના એક દીકરાનું અકાળે અવસાન થતાં પરિવાર ઉપર આભ તૂટયા જેવી સ્‍થિતિ સર્જાઈ છે.

(11:24 AM IST)