News of Tuesday, 17th June 2025
મચ્છુ તારા વ્હેતા પાણીઃ વાંકાનેરમાંથી પસાર થતી મહાકાય મચ્છુ નદી બે કાંઠે વહી

(લિતેશ ચંદારાણા દ્વાર) વાંકાનેરઃ તા.૧૭: વિધીવત ચોમાસાના પ્રારંભે જ છેલ્લા ત્રણ દિવસથી કયારેક તે જ ગતી તો કયારેક ધીમીગતી એ વરસી રહેલ વરસાદથી સર્વત્ર ટાઢક પ્રસરી જવા પામી છે. તેવામાં ગઇ કાલે ઉપરવાસમાં જોરદાર વરસાદના કારણે શહેર મધ્યે પ્રસાર થતી મચ્છુ નદીમાં રાત્રીના સમયે પુર આવતા નદી બે કાંઠે વહેવા લાગી હતી.ચોમાસાના પ્રારંભે જ નદી આવતા શહેરના નાગરિકો નદી જોવા ઉમટી પડયા હતા.
આ પુર આવવાથી મોરબીના મચ્છુ ડેમ-૨ માં સારી માત્રામાં પાણીની આવક થવા જઇ રહી છે. વાંકાનેર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પણ બીહામણા ગાજ-વીજ સાથે ધીમીધારે મેધમહેર ચાલુ રહી હતી એ નિત્યક્રમ મુજબ વીજ પુરવઠો ખોરવાઇ જતો હોય છે
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
