News of Tuesday, 17th June 2025
લાલપુર તાલુકાના ખડખંભાડીયા ગામની સીમમા મહીન્દ્રા બોલેરો પીકઅપમા ભરેલ જ્વલનશીલ પ્રવાહી ના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી જામનગર એલ.સી.બી.પોલીસ
આરોપી લાલા ઉર્ફે હરેશ વશરામભાઇ સરસીયા જાતે-ભરવાડ ઉ.વ.૩ર ધંધો. ડ્રાઇવીંગ રહે.મામાવાડી ગ્રીનલેન્ડ ચોકડી નવાગામ રાજકોટ મુળ રહે.પીપલીયા ગામ તા-સાયલા જી.સુ.નગરને જ્વલનશીલ પ્રવાહી ૩૦૦૦ લીટર કિ.રૂ.૨,૨૨,૦૦૦ બોલેરો પીકપ ની કિ.રૂ. ૮,૦૦,૦૦૦/-કુલ મુદ્દામાલ રૂપીયા ૧૦,૨૨,૦૦૦ સાથે ઝડપી લીધો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૭ : શ્રી પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમારનાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ નાઓએ ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો ઉપર કાર્યવાહી કરવા અંગે સુચના કરતા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઇ. શ્રી પી.એન.મોરી તથા પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા, તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફ ના ક્રીપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ સુમીતભાઇ શિયાર તથા અજયભાઇ વીરડાને મળેલ ખાનગી હકિકત આધારે લાલપુર તાલુકાના ખડખંભાડીયા ગામની પહાડીયા સીમમા આવતા મળેલ હકિકત આધારે મહીન્દ્રા પીકપ બોલેરો રજી.નં. જીજે-૧૮-બી.ટી.-૧૩૦૭ મા નીચે જણાવેલ નામ વાળા ઇસમે જ્વલનશીલ પ્રવાહી અનઅધિકૃત રીતે સરકારશ્રી ના ધારા ધોરણ મુજબ કોઇ જાતની મંજુરી મેળવ્યા વગર ઉપયોગ કરી/ઇંધણ તરીકે વેચાણ કરી વાતાવરણ પ્રદુષીત કરી તેમજ ફાયર સેફ્ટીના સાધનો વગર રહેણાંક વિસ્તારમાંથી પસાર કરી મોટા પ્રમાણમાં જ્વલનશીલ પ્રવાહી રાખી ગંભીર બેદરકારી દાખવી મજકુર ના કબ્જામાંથી નીચે જણાવેલ વિગતેનો મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી મજકુર વિરૂધ્ધ પ્રતિભા (IPS) મદદનીશ પોલીસ અધિક્ષક લાલપુર વિભાગ જી.જામનગર નાઓએ તથા પો.સ.ઇ. શ્રી સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો દ્રવારા કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે
આરોપી લાલા ઉર્ફે હરેશ વશરામભાઇ સરસીયા જાતે-ભરવાડ ઉ.વ.૩ર ધંધો. ડ્રાઇવીંગ રહે.મામાવાડી ગ્રીનલેન્ડ ચોકડી નવાગામ રાજકોટ મુળ રહે.પીપલીયા ગામ તા-સાયલા જી.સુ.નગરને જ્વલનશીલ પ્રવાહી ૩૦૦૦ લીટર કિ.રૂ.૨,૨૨,૦૦૦/-ગુન્હામાં ઉપયોગ કરેલ બોલેરો પીકપ ની કિ.રૂ. ૮,૦૦,૦૦૦/-કુલ મુદ્દામાલ રૂપીયા ૧૦,૨૨,૦૦૦ સાથે ઝડપી લીધો છે.
આ કાર્યવાહી પ્રતિભા (IPS) મદદનીશ પોલીસ અધિક્ષક લાલપુર વિભાગ નાઓ તથા પો.ઇન્સ. વી.એમ. લગારીયા તથા પો.સ.ઇ. પી.એન. મોરી તથા પો.સ.ઇ. સી.એમ.કાટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, ભરતભાઇ ડાંગર, ધનશ્યામભાઇ ડેરવાળીયા, સુમીતભાઇ શીયાર, ભયપાલસિંહ જાડેજા યુવરાજસિંહ ઝાલા, અજયભાઈ વિરડા, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
