News of Thursday, 19th June 2025
વિસાવદર પેટા ચૂંટણીનો ધમધમાટ : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ વેબકાસ્ટિંગ કંટ્રોલરૂમનું નિરીક્ષણ કર્યુ
વિસાવદર ના માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતે વેબ કાસ્ટિંગ કંટ્રોલરૂમ કાર્યરત : મતદાન પ્રક્રિયા પર સીધી રખાતી દેખરેખ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૧૯: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ વિસાવદરના માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતે કાર્યરત વેબકાસ્ટિંગ કંટ્રોલરૂમનું નિરીક્ષણ કર્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણી અધિકારી શ્રી સી.પી. હિરવાણીયા અને કંટ્રોલરૂમ ખાતે કાર્યરત કર્મચારીઓ પાસેથી મોનિટરિંગની વ્યવસ્થાઓની જાણકારી મેળવી હતી. આ વેબકાસ્ટિંગ કંટ્રોલરૂમ ખાતે કર્મચારીઓ દ્વારા મતદાન પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે. મહત્વનું છે કે, વિસાવદર વિધાનસભા મતવિસ્તારના ૨૯૪ પૈકી ૨૯૩ મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત અન્ય એક કનકાઈ મતદાન મથકનું વિડિયો રેર્કોડિંગ કરવામાં આવી રહ્યું છે.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
