News of Thursday, 19th June 2025
હિપાવડલી ગામમાં વરસાદના કારણે પુલ તૂટવાથી તંત્રની પોલ ખૂલી ગઈ
અમરેલીના હિપાવડલીમાં વરસાદે સર્જી નવી આફતઃગ્રામજનો ચાલીને પણ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી જોકે, દુઃખદ વાત તો એ છે કે, આ વરસાદની વચ્ચે ગામમાં બે લોકોના મોત નિપજ્યા છે

અમરેલી,તા.૧૯
છેલ્લાં ત્રણ-ચાર દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી રહી છે. જોકે, અમરેલીના હિપાવડલી ગામમાં વરસાદના કારણે પુલ તૂટવાથી તંત્રની પોલ ખૂલી ગઈ છે. અમેરલીના સાવરકુંડલા તાલુકાના હિપાવડલી ગામમાં ભારે વરસાદના કારણે સ્મશાન જવાના રસ્તાનો પુલ ધરાશાયી થયો છે. આ પુલ તૂટવાના કારણે ગામના બે મૃતકોને અંતિમ ક્રિયા માટે સ્મશાન સુધી પણ પહોંચાડી શકાય એવી સ્થિતિ નથી. પુલ એટલી ભયાનક રીતે તૂટ્યો છે કે, ચાલીને જવાય તેવી સ્થિતિ પણ નથી. જેના કારણે ગ્રામજનોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમરેલીના સાવરકુંડલામાં વરસાદના કારણે તંત્રના પાંગળાં વિકાસની પોલ ખૂલી ગઈ છે. હિપાવડલી ગામમાં સ્મશાને જવાના રસ્તે આવેલો પુલ ભારે વરસાદના કારણે ધરાશાયી થયો છે. આ પુલ એટલી ભયાનક રીતે તૂટ્યો છે કે, ગ્રામજનો ચાલીને પણ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી. જોકે, દુઃખદ વાત તો એ છે કે, આ વરસાદની વચ્ચે ગામમાં બે લોકોના મોત નિપજ્યા છે અન પુલ ધરાશાયી થવાના કારણે મોતનો મલાજો જાળવીને મૃતદેહોને અંતિમ ક્રિયા માટે સ્મશાન સુધી પહોંચાડી શકાય તેવી પણ સ્થિતિ નથી.
નોંધનીય છે કે, ગામના ખેડૂતો પણ આ પુલ ઉપરથી જ પસાર થઈને પોતાના ખેતરે જાય છે. હવે આ પુલ ધરાશાયી થયો હોવાના કારણે ટ્રેક્ટર તો દૂર બળદ ગાડું લઈ જવું પણ કપરૃ બની રહ્યું છે.
આ દુર્ઘટનાને આજે બે દિવસ થઈ ચુક્યા છે. ગ્રામજનોએ બે દિવસ પહેલાં પુલ તૂટતાની સાથે જ તંત્ર તેમજ ધારાસભ્ય સહિતના લોકોને આ વિશે રજૂઆત કરી દીધી હતી. જોકે, આ મામલે હજું સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી. ગામના લોકો તાત્કાલિક ધોરણે પુલ રિપેર કરાવવાની માંગ કરી રહ્યા છે. આશરે ૫ હજારની જનસંખ્યા ધરાવતા આ ગામમાં પુલ તૂટવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોનો ખેતર અને ગ્રામજનોનો સ્મશાન સાથેનો સંપર્ક તૂટ્યો છે. જોકે, ધારાસભ્ય અને ર્્ડ્ઢંને રજૂઆત છતાં જાણે તંત્રએ ગ્રામજનોની કપરી હાલત સામે આંખ આડા કાન કર્યા હોય તેવું વર્તાઈ રહ્યું છે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
