News of Thursday, 19th June 2025
વઢવાણના વસ્તડી ગામનો હાઇવેને જોડતો ડાયવર્ઝનનો રસ્તો ધોવાયો: 10થી વધુ ગામોના લોકોને ભારે હાલાકી
અવરજવર બંધ થતા 15થી 20 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો : વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં પણ મુશ્કેલી

વઢવાણ તાલુકાના વસ્તડી ગામનો હાઇવેને જોડતો ડાયવર્ઝનનો રસ્તો ધોવાયો છે. ત્યારે 10થી વધુ ગામોની અવરજવર બંધ થતા 15થી 20 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે. તેમજ વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
વઢવાણ તાલુકામાં અંદાજે છથી સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તેમાં ઉપરવાસમાં અતિભારે વરસાદના પગલે વઢવાણના વસ્તડી ગામને હાઇવે સાથે જોડતા ડાયવર્ઝન રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા રસ્તો ધોવાઈ ગયો હતો. વસ્તડી ગામના ભોગાવા નદીમાં ચાર વર્ષ પહેલાં ઓવરબ્રિજ વરસાદના કારણે ધરાશાયી થયો હતો. ત્યારબાદ તંત્ર દ્વારા ભોગાવા નદીમાંથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું.
આ આયોજન પ્રથમ વરસાદમાં ધોવાઈ જતા 10થી વધુ ગામમાં અને અવરજવર માટેનો રસ્તો બંધ થયો છે. ત્યારે આ 10 ગામના લોકોને 10થી 15 કિલોમીટરનો આંટો ફરીને જવું પડે છે. ત્યારે વસ્તડી ગામના લોકોની જમીનો નદીના સામા કાંઠે હોવાથી આ લોકોને 15થી 20 કિમી ફરીને વાડી અને ખેતરોમાં જવું પડે છે અને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
