News of Friday, 20th June 2025
કચ્છમાં સરહદી વિસ્તાર ખાવડામાં ૨.૭ની તિવ્રતાનો ભૂકંપ
ભારત પાકિસ્તાનના સરહદી વિસ્તારમાં સતત આંચકાઓ આવતા રહે છેઃ ખાવડાથી ૨૪ કિલોમીટર દૂર ઉત્તર-પヘમિ દિશામાં આંચકાનું કેન્દ્રબિંદુ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૦: કચ્છ જિલ્લામાં આજે મળસ્કે ફરી એક વાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભુજ તાલુકાના સરહદી વિસ્તાર ખાવડાથી ૨૪ કિલોમીટર દૂર ઉત્તર-પヘમિ દિશામાં આ આંચકાનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ગાંધીનગર સ્થિત સિસમોલોજી કચેરી ખાતે આ આંચકાની તીવ્રતા ૨.૭ ની નોંધાઈ છે. ગત ૭ મી તારીખે પણ આ જ સરહદી વિસ્તારમાં ભૂકંપનો હળવો આંચકો નોંધાયો હતો. જોકે, ખાવડાથી ધોળાવીરા સુધી પાકિસ્તાનને જોડતા સરહદી વિસ્તારમાં ભૂકંપના હળવા અને ભારે આંચકાઓ અનુભવાયા કરે છે. ભૂસ્તરશાષાીઓના મતે અહીં ભૂકંપની ફોલ્ટ લાઇન છે. ૨૦૦૧ અને ભૂતકાળમાં ૧૮૧૯ માં અહીં ભૂકંપના મોટા આંચકાઓ આવી ચૂકયા છે
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
