News of Friday, 20th June 2025
જામનગરમાં કોવિડ અપડેટ : છેલ્લા 24 કલાકમાં નવા 8 કેસ નોંધાયા : કુલ ૧૪૯ દર્દીઓ સાજા થયા : હાલ 42 દર્દીઓ હોમ આઇસોલેશન માં અને 1 દર્દી હોસ્પિટલમાં દાખલ!
પ્રગતિ પાર્ક, કે.પી. શાહ વાડી, એમ.જે. પાર્ક, ગાંધીનગર, વસંત વાટિકા, સ્વસ્તિક સોસાયટી, તિરુપતિ પાર્ક અને સોલેરિયમ પાછળના વિસ્તારોમાં નવા કેસ નોંધાયા

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, ૨૦ જૂન ૨૦૨૫: જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે, ૨૦ જૂન ૨૦૨૫ ના રોજ જાહેર કરાયેલી કોવિડ-૧૯ ની માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોવિડના નવા ૮ કેસ નોંધાયા છે. આ નવા કેસ સાથે જામનગરમાં કુલ સક્રિય કોવિડ કેસનો આંકડો 43 પર પહોંચી ગયો છે.
આજે 9 વ્યક્તિને કોવિડમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, અને કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા ૧૦૬ છે. હાલમાં ૪૨ વ્યક્તિઓ હોમ આઇસોલેશન હેઠળ છે, જ્યારે ૧ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાંથી આજે કોઈ દર્દીને રજા આપવામાં આવી નથી.
આજના ૮ નવા કોવિડ કેસ નીચે મુજબના વિસ્તારોમાં નોંધાયા છે:
* પ્રગતિ પાર્ક: ૫૦ વર્ષીય એક સ્ત્રી દર્દી.
* કે. પી. શાહ વાડી: ૧૮ વર્ષીય એક સ્ત્રી દર્દી.
* એમ.જે. પાર્ક: ૪૦ વર્ષીય એક સ્ત્રી દર્દી.
* ગાંધીનગર: ૩૧ વર્ષીય એક પુરુષ દર્દી.
* વસંત વાટિકા: ૩૪ વર્ષીય એક પુરુષ દર્દી.
* સ્વસ્તિક સોસાયટી: ૩૮ વર્ષીય એક સ્ત્રી દર્દી.
* તિરુપતિ પાર્ક: ૧૮ વર્ષીય એક સ્ત્રી દર્દી.
* સોલેરિયમ પાછળ: ૨૩ વર્ષીય એક સ્ત્રી દર્દી.
મહાનગરપાલિકાએ નાગરિકોને કોવિડ-૧૯ થી બચવા માટે જરૂરી સાવચેતીઓ જેમ કે માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું અને હાથ વારંવાર ધોવા જેવી બાબતોનું પાલન કરવા અપીલ કરી છે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
