<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

આધાર કાર્ડ નંબરના ક્લોનિંગથી 66000 પડાવી લેનાર ઠગને દિલ્હીથી ઝડપી લેતી સાયબર ક્રાઇમ પોલીસ દેવભૂમિ દ્વારકા

ગુન્હાના નેટવર્કનો પર્દાફાશ કરી રાજીવ નગર, ઉત્તર દિલ્હીથી છેતરપીંડી કરનાર મુખ્ય સુત્રધાર આરોપીની ધરપકડ

 દેવભૂમિ દ્વારકા : આધાર કાર્ડ નંબર દ્વારા બાયોમેટ્રીક ફીંગર પ્રીંટના ક્લોનીગ દ્વારા ફરીયાદી/ભોગબનનારોના રૂ. ૬૬,૦૦૦/- પડાવી લેનાર ઠગની (રાજીવ નગર) ઉત્તર દિલ્હીથી સાયબર ક્રાઇમ પોલીસ, દેવભુમિ દ્વારકાએ ધરપકડ કરી છે 

    આજના આધુનિક યુગમાં સંચાર માધ્યમો તથા ઇન્ટરનેટનો વ્યાપ બહુ જ મોટા પ્રમાણમાં વધ્યો છે. જેના કારણે તમામ વર્ગના લોકો સંચાર માધ્યમ મોબાઇલ/કોમ્પ્યુટર/ઇન્ટરનેટ વિગેરેનો ઉપયોગ કરતા થયા છે. જેનો ઉપયોગ અનિવાર્ય છે. જેનો લાભ લઇ કેટલાક તકસાધુ લોકો સાયબર ક્રાઇમની માયાઝાળ દ્વારા છેતરપીંડી વિશ્વાસઘાતના ગુન્હાઓ આચરતા હોય છે. દેવભુમી દ્વારકા જીલ્લામાં આધારકાર્ડ નંબર આધારે આરોપીઓ કરીયાદી/ ભોગ બનનારોના ઓનલાઇન છેતરપીંડી કરતા હોવાનું ધ્યાને આવતા, જે બાબતને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયએ ખુબ ગંભીરતાથી સાયબર ક્રાઇમ પોલીસને આવા પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા અને અટકાવવાની દીશામાં ચોક્કસ વ્યુહરચના બનાવી. નાયબ પોલીસ અધિક્ષક, વી.પી. માનસેતાનાઓના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવા યોગ્ય માર્ગદર્શન સુચના આપેલ.
  એક ફરીયાદી/ ભોગ બનનારોની ફરીયાદ આધારે ફરીયાદી તથા ભોગ બનનારોના આધારકાર્ડના નંબરો દ્વારા ફરીયાદી/ ભોગ બનનારોના રૂ. ૬૬,૦૦૦/- ની છેતરપીંડી કરેલ છે. જે બાબતે સાયબર ક્રાઇમ પો.સ્ટે. પાર્ટ બી ગુ.ર.ન. ૧૧૧૮૫૦૧૦૨૫૦૦૨૨/૨૦૨૫BNS કલમ ૩૧૮(૨),૩૧૯(૨),૩૩૬(૨),૩૩૬(૩),૩૩૮,૩૪૦(૨) તથા IT Act કલમ ૬૬(સી), ૬૬ (ડી) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ.
જે બાબતે સાયબર ક્રાઇમ પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર વી.કે.કોઠીયા દ્વારા સદર ગુન્હાના મુળ સુધી પહોંચી ગુન્હાના આખા નેટવર્કનો પર્દાફાસ કરી, મુખ્ય સુત્રધારની ધરપકડ કરવા સાયબર ક્રાઇમની ટીમને તુરંત જ રવાના કરી ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સ આધારે વર્ક આઉટ કરી રાજીવ નગર, ઉત્તર દિલ્હીથી છેતરપીંડી કરનાર મુખ્ય સુત્રધાર આરોપીની ધરપકડ કરવામાં આવેલ.

 આ ગુન્હામાં (૧) સંજય સ/ઓફ હીરા લાલ ઉ.વ. ૨૮, ધંધો- મજુરી, (રહે. ઘર નં. ૯૯૯, ગલી નં. ૨૫, એબ્લોક, શ્રી રામ કોલોની, રાજીવ નગર, કરવાલ નગર, ઉત્તર દિલ્હી) ની ધરપકડ કરાઈ છે પી દ્વારા પોતાની આવડત અને ટેકનીકલ નોલેજ આધારે. ફરીયાદી/ભોગબનનારોના આધારકાર્ડ નંબર મેળવી આધાર કાર્ડ સાથે લિંક થયેલ બેન્ક ખાતાઓ માથી ફરીયાદી/ભોગ બનનારની જાણ બહાર ઓનલાઇન પૈમેન્ટ મેળવી લઇ છેતરપીંડી કરતો હતો.
સદર ગુન્હાની આગળની તપાસ સાયબર ક્રાઇમ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.કે. કોઠીયાનાઓ કરી રહેલ છે.
આરોપીએ વપરાશ કરેલ બેન્ક ખાતાની વિગત.
મોબાઇલ ફોન નંગ - ૦૧ કિ.રૂ. ૧૦,000/-
સદર કામગીરીમાં નીચે મુજબના પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.
(૧) વી. કે. કોઠીયા. પોલીસ ઇન્સ્પેકટર, સાયબર ક્રાઇમ પો.સ્ટે, દેવભુમી દ્વારકા.
(૨) એન.એસ.ગોહિલ, પો.સબ ઇન્સ. સાયબર ક્રાઇમ પો.સ્ટે. દેવભુમી દ્વારકા
(3) એસ.વી.કાંબલીયા, પો.સબ ઇન્સ. સાયબર ક્રાઇમ પો.સ્ટે. દેવભુમી દ્વારકા
(૪) પોલીસ હેડ કોન્સ્ટેબલ, ધરણાંતભાઇ બંધિયા, ભરતભાઇ ચાવડા. હેભાભાઇ ચાવડા, પોલીસ કોન્સટેબલ, અજયભાઇ વાઘેલા, તથા સાયબર ક્રાઇમ ટીમ .
પોલીસ અધિક્ષક, દેવભુમી દ્વારકાનાઓની જનતા જોગ અપીલ
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયનાઓની જનતા જોગ અપીલ છે કે, આપની પાસે રહેલ આપનો પોતાનો આધાર નંબર જે હાલ તમામ જગ્યાએ લીંક કરવામાં આવેલ છે. જે આધાર નંબરને આપના દ્વારા લેવામાં આવતા ઉપયોગ દરમિયાન જ અનલોક રાખો અને આ આધાર નંબરની ઓનલાઇન જરૂરીયાત ન હોય તે સમયે mAadhaar એપ્લીકેશન અને uidai વેબસાઇટ દ્વારા આપના આધાર કાર્ડ અને બાયોમેટ્રીક લોક કરી રાખો. જરૂર જણાય સાયબર ક્રાઇમ હેલપલાઇન નંબર 1930 નો સંપર્ક કરો તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

(6:27 PM IST)