News of Saturday, 21st June 2025
૨૦૨૫નું ચોમાસુ ગણાયુ છે એડવાન્સ મોન્સૂન!!

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૨૧: કેરળથી સપ્તાહ વહેલુ શરૂ થયેલુ 'એડવાન્સ' ચાલી રહ્યું છે આ માસના અંતે ગુજરાતને પુરૂ કવર કરવુ જોઇએ તે હાલનું ચોમાસુ દસ-બાર દિ' વહેલું ગુજરાતને કવર કરી રાજસ્થાનમાં પણ પ્રવેશી ગયુ છે. આઇએમડીના ડો. અમિત ભારદ્વાજ કહે છે કે, આગામી બે-ત્રણ દિવસમાં સાઉથ વેસ્ટ મોન્સૂન પંજાબ અને હરીયાણા ને પાર કરી જશે આ વેળાનું ૨૦૨૫નું ચોમાસુ એડવાન્સ ચાલી રહેલુ છે ચોમાસુ તેના નિર્ધારિત સમય થી સતત આગળ વધી રહ્યું હોઇ હજુ તો ચોમાસાનો પ્રારંભ છે. અને ચોમાસુ તોફાની સાબિત થઇ રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં આ ચોમાસુ કેવુ સાબિત થશે? આ પ્રશ્ન નાનો સુનો નથી ખુબ ગંભીર છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
