<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

મોરબીમાં રહેણાંક મકાનમાંથી પોસડોડાના જથ્‍થા સાથે જેન્‍તી બોપલીયા પકડાયો

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ અને પોસડોડાનો જથ્‍થો નજરે પડે છે(તસ્‍વીરઃ પ્રવિણ વ્‍યાસઃમોરબી)

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૧: મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર આવેલ મીરા પાર્કમાં રહેણાંક મકાનમાંથી પોસડોડાના જથ્‍થા સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો.

પીએસઆઇ જે.સી. ગોહિલ તથા સ્‍ટાફ દ્વારા મોરબીના વાવડી રોડ ઉપર મીરા પાર્ક શેરી નંબર-૩ માં રહેતા જેન્‍તીભાઈ ઉર્ફે જનકભાઈ માવજીભાઈ બોપલિયા પટેલ (૫૦) ના રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન ઘરની તલાસી લેવામાં આવતા મકાનમાંથી ૪ કિલો ૮૦ ગ્રામ જેટલો પોસડોડાનો જથ્‍થો મળી આવ્‍યો હતો. જેથી રૂપિયા ૧૨,૨૪૦ નો નશાકારક પોસડોડાનો જથ્‍થો તથા તેના વેચાણના રોકડા રૂપિયા ૯,૫૦૦, રૂપિયા ૨૦૦૦ ની કિંમતનો મોબાઇલ, રૂપીયા ૫૦૦ ની કિંમતનો વજન કાંટો તથા ૮૦ રૂપિયાની કિંમતના પ્‍લાસ્‍ટીકના ઝબલા મળી કુલ રૂપીયા ૨૪,૨૪૦ ની રકમનો મુદ્દામાલ સ્‍થળ ઉપરથી જપ્ત કરવામાં આવ્‍યો હતો અને સાથે જેન્‍તીભાઈ ઉર્ફે જનકભાઈ માવજીભાઈ બોપલિયા વિરુદ્ધ એનડીપીએસ તથા અન્‍ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્‍યો હતો.તેઓ આ પોસડોડાનો જથ્‍થો કયાંથી લાવ્‍યા હતા ? તે સહિતની દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.જેની આગળની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સી.એમ.કરકર ચલાવી રહ્યા છે

(1:48 PM IST)