તા. ૨૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૬ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
જામનગરમાં થયેલ બે લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલાયો :બે આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા : 1.52 લાખથી વધુનો મુદામાલ જપ્ત
લાલવાડી દેરાસર રોડ, અપુર્વ એવન્યુ-૨, સબ સ્ટેશન પાસેથી અલગ અલગ જગ્યાએ લૂંટને અંજામ આપનાર આરોપીઓને દબોચી લેવાયા

જામનગર : જામનગર શહેરમાં થયેલ બે લૂંટના ગુન્હામાં સંડોવાયેલ બે આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે ગઇ તા.૧૫/૬/૨૦૨૫ ના રોજ ફરીયાદી જાહીદભાઇ ઇકબાલભાઈ સૈયદ (રહે. જામનગર )પોતાનુ મો.સા. લઇ નોકરી ઉપર જતા હતા તે દરમ્યાન હાપા રેલ્વે યાર્ડ પાસે પહોંચતા બે અજાણયા માણસોએ પોતાનુ મો.સા. ફરી.ના મો.સા. સાથે ભટકાડી છરી બતાવી લૂંટી લેવાના ઇરાદે તેના ખિસ્સામાં તપાસ કરતા કાંઇ મળી આવેલ ન હોય તે દરમ્યાન સાહેદ કરશનભાઇ ચંદુભાઇ ઝાલા નોકરી પુરી કરી મો.સા. લઇ ઘરે જતા હતા તે દરમ્યાન ફરીયાદીએ બચાવવા બુમ પાડતા સાહેદ બચાવા જતા તેને માર મારી છરી બતાવી તેના ખિસ્સામાંથી રોકડ રૂ. ૧૫૦૦/-તથા સોનાનો પેન્ડલ વાળો ચેન લૂંટી લઇ નાશી જતા ફરીયાદીએ અજાણ્યા માણસો વિરૂધ્ધ જામનગર રેલ્વે પોલીસ સ્ટેશનમા ગુરન ૧૧૯૯૪૦૦૫૨૫૦૦૪૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૯(૪),૫૪ વિગેરે મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ હતો.
તેમજ ગઇ તા.૧૫/૬/૨૦૨૫ ના રોજ ફરીયાદી અજયસિંહ શીવુભા જાડેજા (રહે. લીમડા લાઇન, સોઢા સ્કુલ વાળી ગલી, મકરાણી પાડા પાસે જામનગર) પગપાળા ચાલીને સપડા દર્શન કરવા જતા હતા ત્યારે રાજપાર્કની સામે, આયકર વિભાગની બાજુમા પહોંચતા પાછળથી બે અજણાયા માણસો આવી છરી વડે ઇજા કરી ઢીકાપાટુનો માર મારી ફરીયાદીના ખિસ્સામાંથી રૂ. ૧૫૦૦ ની લૂંટ કરી નાશી જતા ફરીયાદીએ અજાણયા માણસો વિરૂધ્ધ જામનગર સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનમા ગુરન ૧૧૨૦૨૦૦૮૨૫૧૨૮૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૯(૬),૫૪ વિગેરે મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ હતો. જે બંને ગુના વણશોધાયેલ હતા.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર (IPS) નાઓએ અને ડીટેકટ ગુન્હા શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ (IPS) નાઓએ જામનગર જીલ્લામાં દાખલ થયેલ ગંભીર પ્રકારના અને ડીટેકટ ગુન્હા શોધી કાઢવા અંગે એલ.સી.બી. પો.ઇન્સ.ને સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયાનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઇ.પી.એન.મોરી તથા પો.સ.ઈ. સી. એમ. કાંટેલીયા તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી બનાવ વાળી જગ્યાની વિઝીટ કરી, સીસીટીવી ફુટેજ ચેક કરી, ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સનો ઉપયોગ કરી જરૂરી વર્ક આઉટ કરવામાં આવેલ હતુ.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ તથા મયુરસિંહ પરમારને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં લાલવાડી દેરાસર રોડ, અપુર્વ એવન્યુ-૨, સબ સ્ટેશન પાસેથી અલગ અલગ જગ્યાએ લૂંટને અંજામ આપનાર નીચે લખ્યા નામ વાળા આરોપીઓના કબ્જામાંથી લૂંટ કરી મેળવેલ સોનાના દાગીના, રોકડ રૂપીયા તથા ગુનો કરવામા ઉપયોગ કરેલ મોબાઇલ ફોન, છરી તથા એકસેસ મો.સા. જી.જે.૧૦ ડીબી ૫૬૦૦ મળી કુલ રૂ. ૧,૫૨,૦૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ પોહેડ કોન્સ યુવરાજસિંહ ઝાલાએ કાયદેસર ની કાર્યવાહી કરી આગળની તપાસ માટે સીટી એ ડીવી પો.સ્ટે. તરફ મોકલી આપેલ છે.
પકડાયેલ આરોપીઓ:(૧) આમીનભાઇ ઉર્ફે નવાજ રફીકભાઇ ચાવડા રહે. શાક માર્કેટ પાછળ, વાઘેરવાડો, જામનગર ૨) હમદભાઇ ઉર્ફે અબાડો રફીકભાઇ કથીરી રહે. મોરકંડા રોડ, ગરીબનવાજ સોસાયટી, જામનગર
શોધી કાઢેલ ગુનાઓઃ૧) જામનગર સીટી એ ડીવી પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૦૮૨૫૧૨૮૪/૨૦૨૫ બીએનએસ કલમ ૩૦૯(૬),૫૪ વિગેરે ૨) જામનગર રેલ્વે પો.સ્ટે. ગુરન ૧૧૯૯૪૦૦૫૨૫૦૦૪૪/૨૦૨૫ બીએનએસ કલમ ૩૦૯(૪),૫૪ વિગેરે
કબ્જે કરેલ મુદામાલઃ૧) એક સોનાનો ચેન કિ.રૂ. ૧,૧૪,૦૦૦/-૨) એક સોનાનુ પેન્ડલ કિ.રૂ. ૯૦૦૦/-3) રોકડ રૂપીયા 3000/-૪) એકસેસ મો.સા.-૧ કિ.રૂ. ૩૦,૦૦૦/-૫) મોબાઇલ ફોન-૧ કિ.રૂ. ૫૦૦૦/-૬) છરી-૧ કિ.રૂ. ૫૦/-કુલ મુદામાલ
રૂ. ૧,૫૨,૦૫૦/-
દાખલ થયેલ ગુનાઓ સીવાય મજકુર આરોપીઓએ કબુલાત આપેલ લૂંટની વિગત : ૧) આજથી આશરે નવેક દિવસ પહેલા આમીન ઉર્ફે નવાજ ચાવડા તથા હમદ ઉર્ફે અબાડો કથીરીએ સાથે મળી વહેલી સવારના હાપારોડ ઉપર લાલવાડી નવા આવાસની પાછળ રોડ ઉપર એક મોટી ઉમરના ભાઇ વોકીંગ કરતા હોય તેને છરી બતાવી માર મારી તેના ખિસ્સા માંથી રોકડ રૂપીયાની લૂંટ કરેલ છે.
૨) આજથી આશરે છ દિવસ પહેલા આમીન ઉર્ફે નવાજ ચાવડા તથા હમદ ઉર્ફે અબાડો કથીરીએ સાથે મળી રાત્રીના આશરે દસેક વાગ્યે ની આજુબાજુ લાલવાડીમા દેરાસર વાળા રોડ ઉપર એક દુધ વાળા માણસને છરી બતાવી માર મારી તેની પાસેથી પરચુરણ રોકડ રૂપીયાની લૂંટ કરેલ છે.
આરોપીઓ રાત્રીના તથા વહેલી સવારના સમયે મોટર સાયકલ ઉપર ફરી કોઇ એકલી વ્યકિત પગે ચાલીને જતી હોય કે મોટર સાયકલ લઇને જતી હોય તેના મોટર સાયકલ સાથે પોતાનુ મોટર સાયકલ ભટકાડી ઝઘડો કરી છરી બતાવી મારમારી ઇજા કરી પૈસા, મોબાઇલ ફોન તથા દાગીના જેવી કિંમતી વસ્તુની લૂંટ કરી લેવાની ટેવ ધરાવે છે.
આ કાર્યવાહી પો.ઇન્સ.વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.પી.એન.મોરી તથા પો.સ.ઇ.સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઈ ડેરવાળીયા, યુવરાર્જિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર, કિશોરભાઇ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
